તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારડોલીની વૃદ્ધાના ગળામાંથી બે તોલાના મંગળસૂત્રની ચીલઝડપ

બારડોલીની વૃદ્ધાના ગળામાંથી બે તોલાના મંગળસૂત્રની ચીલઝડપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનગરના ભંડારીવાડનું વૃદ્ધ દંપતિ બપોરના સમયે ધામડોદ લૂંભા ગામની સીમમાં આવેલ ખેતરે મોટરસાઈકલ પર જવા નીકળ્યા હતાં. કડોદ બારડોલી રાજ્યધોરી માર્ગ પર માનસરોવર સોસાયટી સામે બે અજાણ્યા ઈસમો મોટરસાઈકલ પર રોંગ સાઈડ આવી ત્યારબાદ ટર્ન લઈ મોટરસાઈકલ પર પાછળ બેઠેલ વૃદ્ધાના ગળામાંથી 2 તોલાનું સોનાના મંગળસૂત્રની ચીલ ઝડપ કરી કડોદ તરફ ભાગી ગયો હતો.

બારડોલીના રાજપૂત ફળિયા ભંડારીવાડ ખાતે રહેતા હેમંતસિંહ જયમલસિંહ પરમાર અને પત્ની રંજનબહેન પરમાર ધામડોદ લૂંભા ગામે રેલવે ફાટક નજીક આવેલ ખેતરે જવા સોમવારે બપોરના ઘરેથી મોટરસાઈકલ (GJ-19S-474) પર નીકળ્યા હતાં. 4.00 વાગ્યા સમય દરમિયાન કડોદ બારડોલી રાજ્યધોરી માર્ગ પરથી માનસરોવર સોસાયટીની સામેથી પસાર થતાં હતાં. સમયે સામેથી બે અજાણ્યા ઈસમ મોટરસાઈકલ પર આવ્યા હતાં અને ત્યારબાદ વૃદ્ધ દંપતિની પાછળ આવી રંજનબહેન પરમારના ગળામાં પહેરલ સોનાના 2 તોલાનું મંગળસૂત્રની ચીલઝડપ કરી કડોદ તરફ પૂરઝડપે મોટરસાઈકલ હંકારી ગયા હતાં. વૃદ્ધ દંપતિ ઘટના કંઈ સમજે તે પહેલા બંને ઈસમો ભાગી જવામાં સફળ થયા હતાં. વૃદ્ધ દંપતિ ત્યારબાદ બારડોલી પોલીસ મથકે પહોંચી કથની જણાવી બંને ઈસમો વિરુદ્ધ 40000ની ચીલઝડપની ફરિયાદ નોંધી હતી. એક દિવસે બે ખેડૂત વૃદ્ધ દંપતિ સામે ચોરી અને ચીલઝડપની ઘટના બનતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

મંગલસૂત્ર આંચકી બે બાઇકસવાર ફરાર

કડોદ-બારડોલી રોડ પર ચીલઝડપની ઘટના

અન્ય સમાચારો પણ છે...