બારડોલીમાં માહ્યાવંશી વિકાસ મંચનો સ્થાપના દિવસ ઉજવાયો

સમગ્ર ભારતનો માહ્યાવંશી વિકાસ મંચનો 16મો સ્થાપના દિવસ રવિવારના રોજ બારડોલી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Bardoli - બારડોલીમાં માહ્યાવંશી વિકાસ મંચનો સ્થાપના દિવસ ઉજવાયો
સમગ્ર ભારતનો માહ્યાવંશી વિકાસ મંચનો 16મો સ્થાપના દિવસ રવિવારના રોજ બારડોલી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પ્રસંગે માહ્યાવંશી સમાજની 28 જેટલી સંસ્થાઓના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે જીતુભાઇ સુરતીની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમારોહમાં ગુજરાત, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા માહ્યાવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે માહ્યાવંશી સમાજને એક કરવાનું કામ જો કોઈ કરી શકે તો તે માત્ર ને માત્ર માહ્યાવંશી વિકાસ મંચ જ કરી શકે.તેમણે સમાજના આસ્થા પ્રતિક એવા વીર મેઘમાયાની સમાધિ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલ મઠ મહેગામને યાત્રાધામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. માહ્યાવંશી વિકાસ મંચ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. મંત્રી ઈશ્વર પરમારને માહ્યાવંશી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

X
Bardoli - બારડોલીમાં માહ્યાવંશી વિકાસ મંચનો સ્થાપના દિવસ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App