તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મુકેલી કારની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના કડોદરા નગરના મણિનગરમાં એપાર્ટમેન્ટમાં નીચે પાર્ક કરેલ ઇકો કાર કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ કડોદરા નગરના મણીનગર સત્યમએપાર્ટમેન્ટમાં રહેતા બાલકુશ અયોધ્યા સિંગ પલસાણા ખાતે આવેલ વેકટેશ્વર સિલ્ક મિલ પ્રા.લિ.માં આસી. ડાઇંગ માસ્ટર તરીકે નોકરી કરે છે. વર્ષ 2016માં મારૂતિ ઇકો કાર નંબર GJ-19-AF-4497 ખરીદી હતી. 4 ઓક્ટોબરના રોજ રાત્રે એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી. જે રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા તસ્કરો કાર ચોરી ગયા હતા. શોધખોળ કરવા છતાં કરોઇ ભાળ ન મળતા કડોદરા પોલીસમાં 2.35 લાખની ચોરીની ફરીયાદ આપતા ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...