તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મઢી અંબાજી મંદિરે નવરાત્રિની પૂર્વતૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ 40 વર્ષ પુરાણા અંબાજી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માં જગદંબાના ગરબાનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યુ છે. આ માતાજીનું મંદિર સાંકેતિક મંદિર છે. માતાજી સાક્ષાત દર્શન આપે છે. આ મંદિરમાં દર વર્ષે મઢી સુરાલી ગામના માતાજીનાં ભક્તો નવ દિવસ આરાધના કરે છે. અને રાસ-ગરબાનું આયોજન કરે છે. આ આયોજનમાં મઢીના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને માતાજીનાં ભક્તોનો ખૂબ સહકાર મળે છે. સૌ ભક્તજનો પવિત્ર નવરાત્રિ ઉત્સવ નિમિત્તે બેડીફળિયામાં અંબાજીમાતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...