• Gujarati News
  • National
  • વરેલીગ્રામ પંચાયત દ્વારા અત્યાધૂનિક સુવિધાથી સજ્જ થયેલી જિલ્લા પંચાયત

વરેલીગ્રામ પંચાયત દ્વારા અત્યાધૂનિક સુવિધાથી સજ્જ થયેલી જિલ્લા પંચાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરેલીગ્રામ પંચાયત દ્વારા અત્યાધૂનિક સુવિધાથી સજ્જ થયેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિત સંચાલિત એસી પ્રા. શાળાનું લોકાર્પણ વિસ્તારના ધારાસભ્ય અનિલ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લામાં સૌ પ્રથમ અને ગરીબ આદિવાસ હળપતિઓ સાથે પરપ્રાંતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સરળ શિક્ષણ મળે તેવા આશયથી વરેલી ગામના સરપંચ ધનીરામ દુબે અને તત્કાલિન તલાટી કમ મંત્રી ધનશ્યામ ચાવડાના પ્રયાસના ભાગરૂપે તૈયાર થયેલ વરેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે ધારાસભ્ય અનિલ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર સુરત જિલ્લા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં વરેલી પ્રા. શાળા નંબર વન હશે. શાળામાં ગરીબ બાળકોને મિલ-માલિકોને અને ધનીક બાળકો લાખો રૂપિયાની ફી ચૂકવીને જે સુવિધા મળે છે તમામ સુવિધા સરકારી શાળામાં છે.

શાળાના દરેક ઓરડા એસી, સ્માર્ટ બોર્ડ, મીનરલ વોટર પ્લાન્ટ, ગર્ડનને લઈ દરેક નાની બાબતોને ધ્યાનમાં રાખીને શાળાનું વરેલી ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

અંકુરભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે વરેલી ગ્રામ પંચાયત સાથે શાળા બનાવવા પાછળ મિલ માલિકોએ અન્ય દાતાઓએ જે રીતે આર્થિક રીતે સહકાર આપ્યો છે અને ગરીબ બાળકો માટે શિક્ષણ ભાવના દાખવી છે. તેમને પણ તબક્કે હું આભાર માનું છું કાર્યક્રમમાંભરતસિં સોલંકી, કેતન પટેલ, કમેલશ નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...