• Gujarati News
  • અંત્રોલીમાં 1 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

અંત્રોલીમાં 1 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરાથીસ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે વિદેશી દારૂ ભરીને પસાર થતી ગાડીનો પીછો કરી અંત્રોલી ગામની સીમમાં થી કારને ઝડપી પાડી હતી. પોલસે 1.8 લાખનો વિદેશી દારૂ પોલીસે કારમાંથી 1200નંગ તેમજ 4 લાખની કિંમતની કાર ઝડપી પાડી હતી.

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ ટીમના સભ્યો પેટ્રોલિંગમાં હતાં ત્યારે બાતમી આધારે નેહા નં 8 ઉપર દમણથી વિદેશીદારૂ ભરીને એક સફેદ કલરની (GJ-21AA-6621) ર્સ્ક્રોપીયો કાર કડોદરા તરફ આવી રહી છે. જેથી કડોદરા ઓવરબ્રીજ નજીક કારને અટકાવવાનો પ્રયાસ કરતાં કારના ચાલકે કાર પૂર ઝડપે સુરત તરફ ભગાવી હતી. પોલીસની ટીમે પીછો કરતાં કારનો ચાલક અંત્રોલી રોડના ડિવાઈડર સાથે અથડાવી દઈ ભાગી છૂટ્યો હતો. જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચી ગાડીમાં તપાસ કરતાં પોલીસને અલગ અલગ બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની બિયર તથા વીસ્કીની 1200 નંગ બોટલ કિંમત 1,08,000 તથા કાર મળી કુલ 5,08,000ની મતા કબજે કરી હતી.