• Gujarati News
  • ચલથાણમાં ખુલ્લા રૂમમાંથી રાત્રે ૨૬ હજારની ચોરી

ચલથાણમાં ખુલ્લા રૂમમાંથી રાત્રે ૨૬ હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના ચલથાણ ખાતે અભિનંદન પાર્કમાં ત્રીજા માળે ખુલ્લા રૂમમાં કોઈ અજાણ્યો તસ્કર ઘૂસી જઈ લેપટોપ અને મોબાઈલ તેમજ કોલેજના આઈડી કાર્ડ સહિતના દસ્તાવેજોની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં.
આ ચોરીના બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના ચલથાણ ખાતે અભિનંદન પાર્ક આવેલું છે. જેમાં ત્રીજા માળે આવેલી રૂમ નંબર ૧૨માં જયવીર રામસિંગ જહાંગીર રહે છે. બુધવારની રાત્રે રૂમ ખુલ્લો મુકી સૂઈ ગયા હતાં. ત્યારે રાત્રે ૧.૩૦થી ૭.૦૦ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર રૂમમાં મુકેલી લેપટોપ કિંમત અંદાજિત ૨૦ હજાર તેમજ ૬ હજારનો મોબાઈલ તેમજ જયવીર રામસિંગ દીકરાની બેગમાંથી કોલેજનો આઈડી કાર્ડ, લાયબ્રેરી કાર્ડ સહિત ચોરી કરી ગયો હતો.
આ બનાવ અંગે પરિવારજનોને સવારે જાણ થતાં કડોદરાથી અધિકારી પોલીસમાં ફરિયાદ કરતાં ૨૬ હજારની ચોરીનો ગુનો નોંધાયો હતો.
આમ રૂમમાં યુવક સૂતો રાો અને તસ્કર મોબાઈલ અને લેપટોપની ચોરી કરી જતો રહેતા લોકોમાં ભારે ચકચાર મચી હતી.