• Gujarati News
  • સરભોણ ગામે સિવણ ક્લાસમાં ગયેલી યુવતી ગુમ

સરભોણ ગામે સિવણ ક્લાસમાં ગયેલી યુવતી ગુમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલી તાલુકાના સરભોણ ગામની 21 વર્ષીય યુવતી ઘરેથી સિવણ ક્લાસ જવા નીકળી હતી. પરંત પરત ઘરે ફરતાં શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી. જેથી શુક્રવારે પોલીસમાં ગુમ જાણવાજોગ ફરિયાદ આપી છે. પોલીસના જણાવ્યા મુજબ બારડોલીના સરભોણ ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા વિમલ સુંદરલાલ શાહની 21 વર્ષીય દીકરી શ્વેતા ગુરુવારના રોજ સવારે બારડોલી નગરના તરસાડીયા જન સુવિધામાં સિવણ ક્લાસ જવા નીકળી હતી. જે ઘરે પરત ફરતાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભાળ મળતાં બારડોલી પોલીસમાં ગૂમ જાણવા જોગ નોંધ કરી હતી.