• Gujarati News
  • National
  • આફવા ગામે બાઈક સ્લીપ થતાં 17 વર્ષની તરુણીનું મોત

આફવા ગામે બાઈક સ્લીપ થતાં 17 વર્ષની તરુણીનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના આફવા ગામની સીમમાં પૂર ઝડપે પસાર થતાં બાઇક ચાલકે ગુરુવારની રાત્રિએ 11.30 વાગ્યાના અરસામાં સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં બાઇક સ્લીપ થઈ ગયું હતું. અને અકસ્માતમાં મોટરસાઈકલની પાછળ બેઠેલ 17 વર્ષીય યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.

બારડોલી તાલુકાના વાંકાનેર ગામે ગોદી ફળિયામાં રહેતા અનિલભાઈ જીતુભાઈ હળપતિ (22)નાઓ ગુરુવારના રોજ રાત્રિના 11.30 કલાકે હિરોહોન્ડા સ્પ્લેન્ડર નં (GJ-19AB-1872)લઈ ઉવા ગામે નહેર ફળિયામાં રહેતી પ્રીતિબહેન સલીમભાઈ શેખ (ઉ.વ.17)ને બેસાડી આફવા ગામની સીમમાંથી સુરત ધૂલિયા રોડ ઉપરથી પસાર થતા હતાં તે વેળાએ સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનિલભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે પ્રીતિબહેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 108 એમ્બ્યૂલન્સમાં પ્રાથમિક સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાથી વધુ સારવાર માટે સુરત લઈ જતા હતાં તે વેળાએ પલસાણા તાલુકાના ગંગાધરા ગામની સીમમાં એમ્બ્યૂલન્સમાં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...