• Gujarati News
  • National
  • 50 ભેંસ અને 5 પાડા ભરેલી 4 ટ્રક ઝડપાઈ

50 ભેંસ અને 5 પાડા ભરેલી 4 ટ્રક ઝડપાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાનાંદીડા ગામની ચોકડી પરથી રાત્રિ દરમિયાન ચાર ટ્રકમાં 25.15 લાખના ભેંસો અને પાડીયા ક્રુરતા પૂર્વક વગર પાસપરમીટે ખીચોખીચ ભરી અંદર ઘાસચારોની સગવડ કર્યા વિના વહન કરી જતાં સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પોલીસે ભેંસોને રાત્રિ દરમિયાન તાજપોર બુજરંગના પાંજરાપોર ખાતે મુકવામાં આવ્યા હતાં. મોડી રાત્રે ચાર ટ્રકમાં પશુઓ પકડાયાની વાત વાયુવેગે ફેલાતા પોલીસ મથકમાં મોટું ટોળુ થઈ ગયું હતું. ટોળાને છુટા પાડવા પોલીસે પરસેવો પાડવો પડ્યો હતો.

બારડોલીના જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે ચાર ટ્રકમાં પશુઓને ક્રુરતા પૂર્વક ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહી છે. જે આધારે રાત્રિના સમયે નાંદીડા ચાર રસ્તા નજીક બાતમી મુજબ ટ્રક આવતાં અટકાવી તપાસ કરતાં વગર પાસ પરમીટે 50 નંગ ભેંસો અને 5 નંગ પાડાને કુરતાપૂર્વક દોરડાથી બાંધ્યા હતા. ટ્રકમાં ભેંસોને ઘાસચારાની કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પશુઓ પ્રત્યે ક્રુરતાપણું રાખતા ચારે ટ્રકોને રાત્રીએ પોલીસ મથકે લઈ આવવામાં આવી હતી.

ગૌરક્ષકોએ સાત ઈસમો સાથે પાડા અને ભેંસ તથા ટ્રકનો કબજો પોલીસને સોંપવામાં આવ્યો હતો. 50 નંગ ભેંસોની કિંમત 25 લાખ અને 5 પાડીયાની કિંમત 15000 મળી કુલ 25.15 લાખના મુદ્દામાલ અને ચાર ટ્રક 40 લાખ મળી કુલે 65.15 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બારડોલીના મરીમાતા મંદિર પાસે કપિલ નગરમાં રહેતા યોગેશભાઈ કાંતિલાલ ગોહિલને ફરિયાદના આધારે નવ ઈસમો વિરુદ્દ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે દૂધાળા પશુઓને તાજપોરમાં બુજરંગ ખાતે પાંજરાપોળમાં છોડવામાં આવ્યા હતાં.

પકડાયેલી ટ્રકોમાં બે ટ્રકના એક નંબર હતાં

ક્રુરતાપૂર્વકપશુઓ ભરેલી ચાર ટ્રકોમાં બે ટ્રકના નં બર(GJ-19T-9957) હતાં. વધુમાં લોકટોળાએ વાહનો પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.

પોલીસ મથકે લોકોના ટોળાં ધસી ગયાં

નાંદીડાચોકડીથીપશુ ભરેલી ચાર ટ્રકો પકડાયાની વાત નગરમાં ફેલતા રાત્રે મોટું ટોળુ પોલીસ મથકે આવી પહોંચ્યું હતું અને રોષ પ્રગટ કરતાં જોવા મળ્યું હતું. ટોળાને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. તાજપોર પાંજરાપોર ખાતે પણ જીવદયા પ્રેમોના ટોળા રાત્રે ઉમટી પડ્યા હતાં. ત્યાં પણ પોલીસને ટોળાને છુટા પાડવા નવનેજા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પશુ ભરેલી ટ્રકો સાથે પકડાયેલા ઈસમો

બારડોલીનજીકપશુ ભરેલી ચાર ટ્રક સાથે પકડાયેલા ઈસમોમાં અલ્લા બચાયે શાહેદન પઠાણ અને સલીમખાન સુમાર ખાન પઠાણ (બંને રહે. રાંદેર મીસરીભાઈના ઘરે સુરત), ઈદલભાઈ રાહમુખાન પઠાણ (રહે. મોરા ભાગળ, સુરત, મૂળ રાજસ્થાન), ઉસ્માન કાદુ પઠાણ (રહે. મોરા ભાગળ, સુરત), જમાલખાન અબ્બાસ પઠાણ (રહે. મોરા ભાગળ, સુરત), જહીર યુસુફ મરોઠી (રહે. કોસંબા, નવી નગરી માંગરોળ, મૂળ રહે. ભરૂચ), કાદરમીયા હસુનમીયા સૈયદ (રહે. વરેડીયા, નવીનગરી ભરૂચ)નો સમાવેશ થાય છે જ્યારે મીસરીભાઈ (રહે. મોરાભાગળ સુરત) અને ભેંસ લેનાર ઘોડેગાંવ મહારાષ્ટ્રના ઈસમને વોન્ટેડ જાહેર કરાયા છે.

બારડોલી નજીક નાંદીડા ચોકડી પાસે ચાર ટ્રકમાં ક્રુરતાપુર્વક ભરેલી ભેંસ અને પાડા સાથે કેટલાક ઈસમો પકડાયા હતા, પશુઓને હાલમાં તાજપોર બુજરંગની પાંજરાપોળમાં રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...