• Gujarati News
  • National
  • વણેસા ગામે બાળાના મોઢામાં સળીયો આરપાર

વણેસા ગામે બાળાના મોઢામાં સળીયો આરપાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના વણેસા ગામે મકાનનું બાંધકામ ચાલતું હતું જ્યાં એક ચારેક વર્ષની માસૂમ બાળા પર એક સળીયો પડતાં આંખ નજીકથી સીધો ઘૂસી દાઢીના ભાગે આરપાર થઈ ગયો હતો. તાત્કાલિક બાળાને સારવાર અર્થે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પલસાણાના વણેસા ગામે એક ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં બપોરના સમયે કામદારની 4 વર્ષીય માસૂમ બાળા રિંકલ રવિદાસ વસાવા રમત રમતી હતી. સમયે અકસ્માતે દશેક ફૂટની ઉંચાઈતી એક લોખંડનો સળિયો નીચે પડ્યો હતો. જે રમત રમી રહેલ માસૂમ બાળાની આંખની બાજુમાં ઘૂસી દાઢીના નીચેના ભાગે આરપાર થઈ ગયો હતો. આવી ગભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સ્થિતિ નાજૂક જોતા તાત્કાલિક વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી છે.

વણેસા ગામની ઈજાગ્રસ્ત બાળા.

અન્ય સમાચારો પણ છે...