• Gujarati News
  • ઉંમરપાડા ગામેથી 54 હજારનો દારૂ ઝડપાયો

ઉંમરપાડા ગામેથી 54 હજારનો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાપોલીસે બાતમીને આધારે ઉંમરપાડાના નવાગામ તૂંડી ગામેથી એક તાતા મેજિક ટેમ્પો પકડી પાડી ટેમ્પામાંથી અલગ અલગ બ્રાંડની પરપ્રાંત બનાવટની વિદેશીદારૂની બિયર તથા વ્હીસ્કીની 1044 નંગ બોટલ કિંમત 54000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અંગે ઉંમરપાડા પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉંમરપાડા તાલુકાના નવાગામ તૂંડી ગામે વિદેશીદારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી આધારે પીએસઆઈ પી. બી. પટેલિયા તથા સ્ટાફના માણસોએ વોચ ગોઠવતાં પોલીસે એક તાતા મેજીક ટેમ્પો અટકાવવા જતાં આરોપી ટેમ્પો મુકીને ભાગી છૂટ્યો હતો.

પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં પરપ્રાંત બનાવટનો વિદેશી દારૂનો નાની મોટી 1044 નંગ વ્હસ્કી અને બિયરની બોટલ કિંમત 54000 તેમજ એક મેજીક ટેમ્પો કિંમત 1 લાખ મળી 1,54,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈ આરોપી રમેશભાઈ કરમસિંગભાઈ વસાવા ભાગી છૂટતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.