• Gujarati News
  • National
  • તેન ગામે વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કર્યો

તેન ગામે વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | તેનગામે રહેતા 70 વર્ષના વૃદ્ધને બીમારી કંટાળી આઠ દિવસ પહેલા ઝેરી દવા પી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાડોલી તાલુકાના તેન ગામે ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા માધુભાઈ ગુરજીભાઈ ચૌધરી (70) તેમને ઘણા સમયતી સુગર, પ્રેસર જેવી બીમારી હોય, દવા પીવા છતા શારૂ થતું હોવાથી કંટાળી ગયો હતો. જેથી 28મી ફેબ્રુઆરીના રોજ ઘરમાં પડેલ કોઈ ઝેરી દવા પી ગયો હતો. જે અંગે પરિવારને જાણ થતાં તાત્કાલિક ગાંધીરોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અને આઠ દિવસની સારવાર બાદ ગુરુવારે સવારે વૃદ્ધનું મોત નીપજ્યું હતું. હકીકત અંગે બારડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...