• Gujarati News
  • National
  • હેઝાર્ડસ વેસ્ટના 4 આરોપી બે દિવસના રિમાન્ડ પર

હેઝાર્ડસ વેસ્ટના 4 આરોપી બે દિવસના રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાતાલુકાના કડોદરા ખાતે આવેલ સૃષ્ટિ કેમિકલના ગોડાઉનમાંથી ભયજનક કેમિકલ પીઈપીએલની લાઈનમાં નાંખવાની ઘટનામાં પલસાણા પોલીસે પકડેલા પાંચ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પલસાણા કોર્ટે 4 આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે 1 આરોપીને જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

પલસાણા તાલુકામાં છેલ્લા બે માસ દરમિયાન પીઈપીએલની લાઈનમાં હાઈડ્રોક્લોરિક એસિડ છોડવાનું નેટવર્ક પીઈપીએલના કર્મચારીઓએ પકડી પાડી ઘટના અંગે કડોદરા પોલીસને જાણ કરતાં કડોદરા પોલીસે જીપીસીબીના રિપોર્ટ આધારે હાઈડ્રોક્લોરિક એસિડ સીઈટીપી પ્લાન્ટમાં મોકલીને પીઈપીએલની પાઈપલાઈન તેમજ સીઈટીપી પ્લાન્ટના ઇક્વિપમેન્ટને તેમજ જાહેર પર્યાવરણને નુકસાન કરાતું હોવાથી 7 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી પાંચને પોલીસે પકડી લીધા હતાં અને પલસાણા કોર્ટમાં રજૂ કરતાં પલસાણા કોર્ટે 4 આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. જ્યારે ગાયત્રી કેમિકલના માલિક નિલેશકુમાર નવીનચંદ્ર ગોધાણીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. અનુસંધાન પાના નં.2

હેઝાર્ડ વેસ્ટ નિકાલની ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

છેલ્લા બે માસથી પીઈપીએલના સીઈટીપી પ્લાન્ટમાં ભયજનક કેમિકલની હાજરી મળી આવી હતી. પ્રથમ તો પીઈપીએલના કર્મચારી તેમજ હોદ્દેદારોને કેમિકલ સ્થાનિક કોઈ મિલ દ્વારા વાપરવામાં આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી. પરંતુ ડાઈંગ પ્રિન્ટિંગ યુનિટોમાં પ્રકારનું કેમિકલ વાપરવામાં આવતું નથી. ત્યારબાદ તબક્કાવાર તપાસ દરમિયાન કેમિકલ નિકાલનું નેટવર્ક કડોદરા ખાતેથી ઝડપાયું હતું.

કેમિકલ વેચવાની કે ખરીદવાની પરવાનગી નથી

જે ફેક્ટરીમાંથી હેઝાર્ડ વેસ્ટ આવ્યું છે, તે ફેક્ટરીઓમાં કેમિકલ વેચાણ કરવાની અથવા તો તેની ખરીદવાની લાયસન્સ જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું નથી. જેમાં ઝઘડિયાની કેએલજી ઓર્ગેનિક અને પાનોલીની ગાયત્રી કેમિકલ ફેક્ટરીનો સમાવેશ થાય છે.આ બંને ફેક્ટરીઓને જીપીસીબી દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી નથી.

સ્થાનિકોએપણ પોલીસનો સંપર્ક કરવો જોઈએ

હેઝાર્ડવેસ્ટમાં ભયજનક કેમિકલનો નિકાલ થતો હોય પલસાણા વિસ્તારમાંથી પસાર થતી ખાડી કોતર કે અન્ય કોઈ જાહેર જગ્યા અથવા તો કોઈ ઔદ્યોગિક એકમની પાઈપલાઈનોમાં પ્રકારનું કેમિકલ ખાલી કરતી ટેન્કર નજરે પડે તો સ્થાનિકોએ પણ તાત્કાલિક પોલીસ અથવા તો પીઈપીએલના કર્મચારીઓનો સંપર્ક કરવો જોઈએ. જેથી કરી સમગ્ર નેટવર્કને બહાર પાડી વિસ્તારને પ્રદૂષિત થતો અટકાવી શકાય.

ભયજનક કેમિકલ PEPL લાઈનમાં નાંખવાની ઘટના

અન્ય સમાચારો પણ છે...