Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડોદમાં બાયફ સંસ્થા ગોડાઉનનું ભાડું વસૂલતી હોવાની ફરિયાદ
બારડોલીતાલુકાના કડોદ ગામે કડોદ -વઢવાણી રોડ પર આવેલ બાયફ સંસ્થાને ગ્રામ પંચાયતની જગ્યા સંસ્થા ચલાવવા માટે આપી હતી. સંસ્થા દ્વારા બીપીએલ લાભાર્થીઓને સરકાર દ્વારા મળતા લાભો અપાવવા મદદરૂપ બને છે અને વૃક્ષોના રોપા તૈયાર કરવામાં આવે છે. સંસ્થા દ્વારા પોતાના કમ્પાઉન્ડમાં ધંધાકીય હેતુ બર કરવા માટે લગ્ન મંડપનો માટે ગોડાઉન બનાવી ભાડે આપ્યું છે. જે અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયતને પૂછતાં પંચાયત અંગે અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.
કડોદ વઢવાણી રોડ પર બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશ આવેલ છે. જે ફાયફ સંસ્થાને વર્ષો અગાઉ કડોદ ગ્રામ પંચાયત તરફથી અઢી વીંઘા જેટલી જમીન સંસ્થા કાર્યરત રાખવામાં આપી હતી.
સંસ્થા દ્વારા બીપીએલ લાભાર્થીઓને સરકાર તરફથી મળતાં લાભોને અપાવવા મદદરૂપ થાય છે. તેમજ વૃક્ષોના છોડ તૈયાર કરે છે. સંસ્થાને આપેલી જમીનમાં સંસ્થા દ્વારા એક ખાનગી માલિકને લગ્ન મંડપનું ગોડાઉન બનાવી ભાડે આપવામાં આવ્યું હતું. જેનું દર મહિને ભાડૂ વસૂલ કરવામાં આવી રહ્યું હોય. જે અંગે ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં અંગે જાણ કરતાં પંચાયત અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. અને પંચાયત દ્વારા કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતને રજૂઆત કરાઈ