તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • થાનપાડા પાસે બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનપાડા પાસે બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિરિમથકસાપુતારા નજીક મહારાષ્ટ્ર રાજ્યની હદમાં થાનાપાડા પાસે બારડોલીના પરિવારની કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાતા ચાર જેટલા ઈજાગ્રસ્તો પૈકી એકને સુરત રિફર કરવામાં આવ્યો હતો.

अअઆ અંગે પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બપોરના સમયે બારડોલીથી નાસિક તરફ જઈ રહેલી ઈન્ડિકા વિસ્ટા કાર (નં. જીજે-15-સીએ-3967) અને નાસિક તરફથી આવી રહેલી ટ્રક (નં. જીજે-12-બીટી-5155) વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બારડોલીના ફેમીન સંજયભાઈ પટેલ (ઉ.વ. 22)ને ગંભીર ઈજા થતા સાપુતારા પીએચસીમાં પ્રાથમિક સારવાર બાદ આહવા સિવિલ અને ત્યાંથી સુરત રિફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત હિતેન પ્રવિણભાઈ પટેલ (ઉ.વ. 32)ને માથાના ભાગે તથા હાથમાં નાની-મોટી ઈજા થઈ હતી. જ્યારે નિકુંજ ખંડુભાઈ પટેલ (ઉ.વ.35), અક્ષય ભરતભાઈ પટેલ (ઉ.વ. 32)ને પણ નાની મોટી ઈજા થતા તમામને સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની માહિતી સાંપડી હતી. અકસ્માતમાં કારના આગળના ભાગને વ્યાપક નુકસાન થયું હતું.

કારમાં સવાર એક યુવાનને ગંભીર ઇજા

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો