તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ATM ચોરીના બે આરોપી ભાગવાની ઘટનામાં બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATM ચોરીના બે આરોપી ભાગવાની ઘટનામાં બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંએટીએમ ચોરી કરી હાહાકાર મચાવનાર ટોળકના બે સાગરીતો ઝડપાયા હતાં. જે બારડોલી પોલીસ લોકઅપમાંથી મંગળવારે મળસકે ફરાર થઈ જવાની ઘટનામાં સુરત જિલ્લા પોલીસવડાએ બે પોલીસ કર્મીને તાત્કાલિક અસર સસ્પેન્ડ કર્યા હતાં. અને આરોપી ભાગી જવાની આખી ઘટનાની તપાસ બારડોલી નાયબ પોલીસ વડાને સોંપવામાં આવી હતી. જોકે, બીજા દિવસે ભાગેલા બંને આરોપીની પોલીસને કોઈ કડી મળી હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી પોલીસ મથકની પોલીસ લોઅકપમાં એટીએમ ચોરીના પકડાયેલા બે આરોપી રામપ્રકાશ બિંદ અને ચેતન પરમાર મંગળવારના મળસકે પોલીસ લોકઅપમાં હથકડીને કોઈ સાધનથી ખોલી ભાગી ગયા હતાં. ઘટનામાં સમગ્ર જિલ્લા પોલીસ સવારથી દોડતી થઈ હતી. પરંતુ મોડી રાત્રિ સુધી બંને ભાગેલા ઈસમો અંગે કોઈ કડી શુદ્ધા મળી શકી હતી. બીજા દિવસે પણ અલગ અલગ વિસ્તારમાં શોધતી પોલીસને કોઈ ભાળ મળી નથી. પ્રકારણની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા મયુરસિંહ ચાવડાએ લોકઅપ તોડી ભાગી ગયેલા બંને ઈસમો સમયે પીએસઓ તરીકે ફરજ પર હાજર મહિલા હેકો જયશ્રીબહેન બારીયા અને એલઆર પૃથ્વીરાજસિંહ ચૌહાણને બુધવારના રોજ સસ્પેન્ડ કર્યા હોવાનું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જ્યારે લોકઅપ તોડી જવાની ઘટનાની આખી તલસ્પર્શી તપાસ બારડોલી નાયબ પોલીસવડાને સોંપવામાં આવી છે. અને તપાસમાં જેની પણ બેદરકારી બહાર આવશે. તેની સામે પણ પગલાં લેવા અંગે જણાવ્યું હતું.

મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નથી

બારડોલીપોલીસ લોકઅપ તોડી ભાગેલા બે એટીએમ ચોરની તપાસ માટે એક ટીમ સખત બીજા દિવસે પણ બરોડાના પાવાગઢ વિસ્તારમાં તપાસ કરી રહી છે. પરંતુ મોડી સાંજ સુધી કોઈ ભાળ મળી નથી.

લોકઅપમાંથી મંગળવારે મળસકે ફરાર થઈ ગયા હતા

ઘટનાની તપાસ બારડોલી ડીવાયએસપીને સોંપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો