• Gujarati News
  • National
  • કેદારેશ્વરનો સાતમો પથ્થર પણ ગાયબ, માનતા ક્યાં માનીએ?

કેદારેશ્વરનો સાતમો પથ્થર પણ ગાયબ, માનતા ક્યાં માનીએ?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીમીંઢોળા નદી કિનારે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલ પ્રાચીન માન્યતા સાથે જોડાયેલો અંતિમ ચરુ (ઘડાના આકારનો પત્થર) ગુરુવારના રોજ અદ્રશ્ય થઈ જતાં ભાવિક ભક્તોમાં આશ્ચર્ય ફેલાયું હતું. વર્ષો અગાઉ સાત પથ્થરો હતા જે એક પછી એક આપોઆપ અદ્રશ્ય થઈ ગયા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. અંગે પુસ્તકો અને મંદિરમાં લગાવેલ તખતી પર પણ ઉલ્લેખ છે. આજ સુધી ચરુ કઈ રીતે ગાયબ થયા તે રહસ્ય અકબંધ છે.

700થી વધુ વર્ષોનો ઇતિહાસ ધરાવતા બારડોલી નજીક વ્યારા રોડ પર મીંઢોળા નદીના કિનારે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરની જમણી બાજુએ એક વજનદાર ચરુ (ઘડાના આકારનો પત્થર) ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ચરુ ચાર વ્યક્તિ ઊંચકે તો પણ ઊંચકી શકાય નહીં એટલો વજનદાર હતો. કહેવાય છે કે જો શ્રદ્ધાથી ઊંચકવામાં આવે તો નાનું છોકરું પણ ઊંચકી શકે એવું ચમત્કારિક પત્થર હતો. પત્થર ગુરુવારે સવારે રહસ્યમય સંજોગોમાં અદ્રશ્ય થઈ જતાં ભાવિક ભક્તોમાં આઘાતની લાગણી સાથે આશ્ચર્ય ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં મંદિરના ટ્રસ્ટીઓ તથા બારડોલી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અંગે મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે 10 વાગ્યે અમે નિયત સ્થળ પર ચરુને જોયો હતો. પરંતુ સવારે અહીં પહોંચ્યા ત્યારે પુજા કરતી વેળાએ ચરુ નજરે પડ્યો હતો.

પહેલા કેદારેશ્વર મંદિરમાં 11 ચરુ હતા

^મે મંદિરમાં 11 ચરુ હોવાની વાત સાંભળી હતી પરંતુ નવ ચરુ મે પોતે જોયા હતા. પાંચ ચરુ 1947થી 1960ના ગાળા દરમ્યાન અદ્રશ્ય થયા હતા. જ્યારે બાકીના ત્રણ અંગે ચોક્કસ ખ્યાલ નથી. અને છેલ્લો ચરુ આજે ગાયબ થયો છે. ચરુ સાથે લોકોની ધાર્મિક આસ્થા હતી. > ભગુભાઈપટેલ, અગ્રણી,ઇસરોલી ગામ

ચરુ તરીકે ઓળખાતા વિશાળ પથ્થરોમાંથી ચરુ આકારમાં કોતરણી કરીને બનાવવામાં આવ્યા હતા. કયા સમયે ચરુ બનાવવામાં આવ્યા અને કેટલા સમયથી ચરું મંદિરમાં છે તે અંગે કોઈ વિશેષ માહિતી નથી. ઘણા વડીલોના જણાવ્યા અનુસાર તેઓ પણ બાળપણથી ચરુઓને મંદિરમાં જોતાં હતા.

વિશાળ પથ્થરોમાંથી ચરુ આકારની કોતરણી હતી

છેલ્લો અદ્રશ્ય થયેલો ચરુ અંદાજિત 100 થી 150 કિલો વજનનો

એક પછી એક 7 ચરુઓ ગાયબ થતાં અનેક તર્ક-વિતર્ક

અન્ય સમાચારો પણ છે...