• Gujarati News
  • National
  • પાકીટ ચોરી કરનારી છારા ગેંગની 3 મહિલા ઝડપાઈ

પાકીટ ચોરી કરનારી છારા ગેંગની 3 મહિલા ઝડપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીનાસરદાર બાગમાં કેસરીયા જ્યુસ સેન્ટરમાંથી સોમવારે એક એનઆરઆઈ મહિલાના પાકીટમાંથી 20 હજાર રોકડ ભરેલ નાનુ પાકીટની ચોરી થઈ ગઈ હતી. જે અંગે પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધી પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. ભીડભાડવાળા વિસ્તારમાં ચકાસણી શરૂ કરતાં મુખ્ય માર્ગની ત્રણ શકમંદ મહિલાઓ દેખાતા અટક કરી પૂછતાછ કરતાં ચોરીની કબૂલાત કરી હતી. બારડોલી પોલીસે છારા ગેંગને પકડવામાં સફળતા મળી છે.

પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તુકાના ગાંગપુર ગામે જૂનુ ફળિયુમાં રહેતા અને હાલ ન્યુયોર્ક અમેરિકા સ્થાયી થયેલા પાર્વતી શાંતિલાલ મૂળચંદભાઈ પટેલ ...અનુસંધાન પાના નં. 2

પકડાયેલી મહિલાઓ | દાડમઉર્ફે આશા ચંપકલાલ હિમ્મતલાલ રાઠોડ (છારા), અંજુબહેન વિક્રમભાઈ માણએકલાલ રાઠોડ (છારા), રંજીતાબેહન દિલીપભાઈ કેશવભાઈ રાઠોડ (છારા), (ત્રણે રહે. ગંગોત્રી સોસાસટી, છારા નગર, મહાજનવાસ, રામાપીરના મંદિર પાછળ, એસટી સ્ટેન્ડ સામે નરોડા પાટિયા, અમદાવાદ)

બારડોલી કેસરીયા જ્યુસ સેન્ટરમાંથી 20 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...