• Gujarati News
  • National
  • પાક્કા ગુજરાતી : ઘરને તાળાં ને અંદર કબાટ તિજોરી ખુલ્લાં

પાક્કા ગુજરાતી : ઘરને તાળાં ને અંદર કબાટ-તિજોરી ખુલ્લાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની પ્રજાની કુનેહ આખા વિશ્વમાં વખણાય છે અને વિદેશીઓ પણ તેમની બુદ્ધિમતાને સલામ કરે છે. ગુજરાતમાં જન્મેલા અને વિદેશમાં સ્થાયી એનઆરઆઈઓની ઘરોની સુરક્ષા માટેની નવી તરકીબ સામે આવી છે. નવસારી, બારડોલી જેવા વિસ્તારોમાં કદાચ રાજ્યમાં સૌથી વધુ એનઆરઆઈઓ છે, જેઓ માદરે વતનમાં જંગમ મિલકત ધરાવતા હોય. બીજીતરફ વર્ષ દરમિયાન તેમનાં વૈભવી બંધ મકાનોમાં ચોરટોળકી ઘૂસીને બેફામ તોડફોડ કરી ભારે નુકસાની કરતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે છેલ્લા કેટલાક સમયથી તેમણે એક નવો નુસખો શોધી કાઢ્યો છે. જ્યારે તેઓ વિદેશમાં જાય છે ત્યારે પોતાનાં ઘરને તો તાળાં મારે છે, પરંતુ તિજોરી કબાટને ખુલ્લા મુકી જાય છે. આમ કરવાથી તેમના કીમતી ફર્નિચર અને માલમતાને નુકસાન થતું નથી.

હાલ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વિદેશમાં જઈને તનતોડ મહેનત કરી એકત્ર કરેલ ધનને સમજદારી પૂર્વક ખર્ચ કરતા હોય છે. પોતાના વતનમાં સંપત્તી વસાવતા હોય છે. મોટું મકાન અને ઘરમાં રાસ રચીલુ સજ્જ મકાનને તાળુ મારી વિદેશમાં પરત ફરતાં હોય છે. પરંતુ એમને પણ પોતાના ઘર, માલ મિલકતની ચિંતા હોય છે. અવાર નવાર થતી ચોરીના કિસ્સાથી પોતાના મિલકત અંગે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. એનઆરઆઈઓએ એકઠા કરેલ પૈસા, સોના ચાંદી અને દાગીનાઓ બેંકના લોકરમાં મુકીને વિદેશ પરત ફરે છે. પરંતુ બંધ ઘરને નિશાનો બનાવતી ચોરી ટોળકી ઘરમાં ઘૂસી કિંમતી વસ્તુની લાલચે તિજોરી કબાટની તોડફોડ કરી નુકસાન પહોંચાડે છે. ત્યારે ‘આવા પાક્કા ગુજરાતીઓ’ વિદેશ જતી વખતે ઘરને તાળુ તો મારે છે, પરંતુ કબાટ, તિજોરીને તાળુ મારતાં નથી, કારણે કે કબાટ, તિજોરીમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ હોતી નથી. જેથી તસ્કરો તિજોરી-કબાડ ખુલ્લી જ સ્થિતીમાં હોવાથી તોડફોડ કરતા નથી.

તસ્કરોની બેફામ તોડફોડથી બચવા લોકોએ આ રસ્તો શોધી કાઢ્યો
બારડોલી

તસ્કરો રેકી કરીને બંધ ઘરને નિશાન બનાવે છે, ઘરમાં ઘૂસ્યા બાદ કિંમતી ચીજ વસ્તુની લાલચમાં કબાટ, તિજોરીની તોડફોડ કરી નુકસાન પહોંચાડતા હોય છે, જેથી હવે લોકો કબાટ- તિજોરી ખુલ્લા જ મુકી જાય છે.

તસ્કરો આ બંધ ઘરમાં 3 વાર ત્રાટક્યા અને તોડફોડ કરી
બારડોલીના રૂવા ભરંમપોર ગામમાં એક એનઆરઆઈના આ બંધ ઘરમાં 3 વાર તસ્કરો ત્રાટક્યા હતાં. જોકે ઘરમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ મુક્યું ન હતું જેથી ચોરી તો ન થઈ હતી. પરંતુ તસ્કરો કબાટ અને તિજોરીને ખુબજ નુકસાન પહોંચાડી ગયા હતાં. અને ફર્નિચર બનાવવા પાછળ લાખોનો ખર્ચ આવ્યો હતો. છેવટે કંટાળી આ NRI વિદેશ જતી વખતે પોતાનું મકાન ઘરને તાળું મારી અંદરના કબાટ અને તિજોરી ખુલ્લુ મુકી ગયા. બાદમાં ચોથીવાર જ્યારે તસ્કરો ફરી આ ઘમરાં ઘૂસ્યા ત્યારે માત્ર તસ્કરોએ દરવાજાનો નકૂચો જ તોડ્યો હતો, કબાટને કે તિજોરી ખુલ્લી હોવાથી કોઈ નુકસાન થયું ન હતું.

તોડફોડના નુકસાનથી બચવા ખૂલ્લા મુકાય છે તિજોરી-કબાટો
મોટા ભાગે તસ્કરો બંધ ઘરોને નિશાન બનાવે છે.

આવાં બંધ મકાનો ઘણાખરા એનઆરઆઈ અને તે પણ વધુ સમય બંધ જ રહે છે.

ઘરે તાળાં હોવાથી રાત્રિના સૂનકારનો લાભ લઈને તસ્કરો ઘરમાં ઘૂસી બેફામ તોડફોડ કરી નાખે છે.

બંગલાઓમાં વૈભવી ફર્નિચર પાછળ લાખોનો ખર્ચ કર્યો હોય છે, જેમાં ઈમ્પોર્ટેડ એસેસરીઝ પણ હોય છે, જેની મરામત બનાવટ કરતાં મોઘી પડે છે.

કેટલીક જગ્યાએ તો કીમતી પથ્થરો અને કીમતી કાચ તેમજ એક્રેલિકમાંથી પણ કબાટ બનાવાયા હોવાથી ભારે નુકસાની થાય છે.

બીજી બાજુ કીમતી દર-દાગીના લોકરોમાં રહેતા હોવાથી તિજોરી-કબાટ ખૂલ્લા રાખવા જ હિતાવહ ગણી આવો કીમિયો અજમાવ્યો છે.