તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર ડિવિઝનમાં 161 બુટલેગરોની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંલઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યાં બાદ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર વિભાગીય ડીવીઝન અંતર્ગત ઝગડીયા, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ તાલુકામાં વ્યાપક દરોડા પાડી 161 બુટલેગરો જેલ ભેગા કર્યા હતા. ઉપરાંત આલ્કાહોલ વિક્રેતા અને અખાદ્ય ગોળ વિક્રેતાને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું.

અંકલેશ્વરના 3 પોલીસ સ્ટેશન, હાંસોટ પોલીસ સ્ટેશન, ઝગડીયા પોલીસ સ્ટેશન, ઉમલ્લા પોલીસ સ્ટેશન, વાલિયા પોલિસ સ્ટેશન, નેત્રંગ પોલીસ સ્ટેશન, માં વિવિધ ગામો તેમજ શહેર વિસ્તારમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી 161 જેટલા કેશો કરવામાં આવ્યાં છે. અને 161 કરતા વધુ બુટલેગરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતાં.

તેમજ 6600 લીટર વોશનો નાશ કર્યો હતો. પોલીસે 684 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. 10 દિવસ થી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા અખાદ્ય ગોળ અને આલકોહોલ વેચાણ તેમજ ઉપયોગ કરતા કંપની અને વ્યાપારીઓ સામે પણ ચેકીંગ કર્યું હતું. આમ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડો પાડતાં આસપાસના ગામોના બુટલેગરોમાં ફફળાટ ફેલાયો છે.

10 દિ’થી કામગીરી ચાલી હતી

^અંકલેશ્વરવિભાગીય ડીવીઝન અંતર્ગત ઝગડીયા, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ તાલુકામાં દરોડા પાડી 161 બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત આલકોહોલ અને અખાદ્ય ગોળ વિક્રેતાને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. માથભારે ઈસમો ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે. >રવિરાજસિંહ જાડેજા,ડી.વાય.એસ.પીઅંકલેશ્વર

6600 લીટર વોશનો નાશ : 684 લીટર દારૂ જપ્ત

સુરતના લઠ્ઠાકાંડ બાદ પોલીસના વ્યાપક દરોડા

અન્ય સમાચારો પણ છે...