તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસના આગેવાનોને ત્રણ કલાક સુધી નજર કેદ રખાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંપર્યાવરણ મંત્રી તથા મુખ્યમંત્રીને બેરોજગારીના મુદ્દે રજૂઆત કરવા જતાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી લીધી હતી અને તેમને 3 કલાક સુધી સીટી પોલીસ સ્ટેશનમાં નજર કેદ રાખવામાં આવ્યાં હતાં.

ગઇકાલે શુક્રવારે કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં સ્થાનિક બેરોજગારીનો કંપનીઓ નોકરીએ રાખતા નથી. કંપનીમાં 80 ટકા સ્થાનિકોને નોકરી આપવાના નિયમનું પાલન કરવામાં આવતું નથી. જે અંગે શનિવારે અંકલેશ્વરના કોગ્રેસ કાર્યાલય ખાતેથી આગેવાનો નીકળ્યાં હતાં. ઓએનજીસી ગેટ પાસેથી પોલીસે નાઝૂ ફડવાલા, ગિરીશ પટેલ, ભુપેન્દ જાની, ઇકબાલ ઘોરી સહિતના આગેવાનોની અટક કરી હતી. તમામને સીટી પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ લગભગ 3 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. જિલ્લા પ્રવકતા નાઝૂ ફડવાલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પોલીસને આગળ કરી તેમની નિષ્ફળતાઓ છુપાવી રહયાં છે. સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કોંગ્રેસ લડત ચલાવતી રહેશે.

ઓએનજીસી ગેટ પાસેથી અટકાયત કરાઇ

મુખ્યમંત્રી-પર્યાવરણમંત્રીને રજૂઆત

અંકલેશ્વરમાં મુખ્યમંત્રી તથા પર્યાવરણ મંત્રીને રજૂઆત કરવા જઇ રહેલાં કોંગી આગેવાનોની અટકાયત કરી નજરકેદ રખાયાં હતાં. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...