તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • ક્રિટિકલ ઝોન દુર થતાં સ્થાનિક ઉદ્યોગોનો વૈશ્વિક સ્તરે ડંકો વાગશે

ક્રિટિકલ ઝોન દુર થતાં સ્થાનિક ઉદ્યોગોનો વૈશ્વિક સ્તરે ડંકો વાગશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના નિર્ણયને ઉદ્યોગ જગતે આવકાર્યો

જીપીસીબીએ સઘન પ્રયાસો કર્યા

^ક્રીટીકલ ઝોનમાંથી બહાર કાઢવા માટે જીપીસીબી અને રાજ્ય સરકાર ને આભારી છે. રાજ્ય ના મેમ્બર સેક્રટરી હાર્દિક શાહ ના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન અમલ માં થયો અને પર્યાવરણના જરૂરી સુધારા વધારા થયા અને તેને લઇ પરિણામ આવ્યું છે. નિર્ણય થી રોજગારી સાથે સાથે ઉદ્યોગોની નવીન તક વધશે. > પંકજભરવાડા, અેડવાઇઝર,પી.આઈ.એ

નાના ઉદ્યોગોને પણ ફાયદો થશે

^નવા ઉદ્યોગો આવતા તેના સાથી ઉદ્યોગો ને પણ ફાયદો થશે. તબક્કે કેન્દ્ર મંત્રી અને મુખ્ય મંત્રી ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ તો નિર્ણયને લઇ 10,000 હજાર કરોડ નું મૂડી રોકાણના એમ.ઓ.યુ નું જે અટકી ગયું છે તે આવશે અને નવા અંદાજિત 8 હજાર કરોડનું મૂડી રોકાણ આવશે જે મોટો ફાયદો થશે. > મહેશપટેલ, સેક્રેટરી,એ.આઈ.એ

1.75 લાખ નવી રોજગારી ઉભી થશે

^સરકારની રેવન્યુ અને ઉદ્યોગોના કારોબારમાં વધારો થશે. ઉપરાંત હાલ જે 2લાખ કામદારો છે તેની સંખ્યા વધી 3.75 થી 4 લાખ પહોંચી જશે જે નવી 1.75 થી 2 લાખ રોજગારી ઉભી કરશે . જેને લઇ નિર્ણય દેશના અર્થતંત્ર અને ઉદ્યોગો માટે મોટો લાભકારક બની રહેશે. > વિપુલગજેરા, પૂર્વપ્રમુખ, એ.આઈ.એ.

હવે ખરા અર્થમાં વિકાસ થશે

^સતત આઠ વર્ષ સુધી સમસ્યા વેઠ્યા બાદ ક્રીટીકલ ઝોન માંથી બહાર કાઢવો સરકારની નિર્ણય ખરેખર આવકાર દાયક બાબત છે. ઉદ્યોગો પર લાગેલી રોક દૂર થતા હવે ઉદ્યોગોના વિસ્તુતિકારણનો માર્ગ ખુલ્લો થવાની સાથે સાથે નવા ઉદ્યોગો આવશે. જે નવી રોજગારી ઉભી કરશે સાથે સાથે વિશ્વ ફલક પર તંદુરસ્ત હરીફાઈ કરી શકીશું હવે. > બી.એસ.પટેલ,પ્રમુખ,પી.આઈ.એ

મોડે મોડે પણ સુખદ સમાચાર આવ્યા છે

^આજ થી 2 વર્ષ પહેલા જે નિર્ણય થવો જોઇતો હતો તે આજે આવ્યો છે . રોજગારીમાં વધારો થશે.નવા ઉદ્યોગો આવશે। તેમજ સ્થાનિક ઉદ્યોગો પોતાના વિસ્તૃતીકરણ કરશે જે દેશના જી.ડી.પી અને અર્થ તંત્રને ફાયદો કરાવશે. > અશોકપંજવાણી, પ્રમુખ,જે.આઈ.એ, ઝગડીયા

8 વર્ષથી વિકાસ અટકી ગયો હતો

^છેલ્લા 8 વર્ષ થી જે ઉદ્યોગોનો વિકાસ અટકી ગયો હતો જેને હવે વેગ મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર અને રાજ્યના જી.પી.સી.બી વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. ક્રીટીકલ ઝોન હટીજતાં નવી રોજગારી અને નવા ઉદ્યોગો આવતા દેશની ઉન્નતિ સાથે ભરૂચ જિલ્લાનો વિશ્વ ફલક પર ડંકો વાગશે. > ચંદ્રેશદેવાણી,પ્રમુખ એ.આઈ.એ

અન્ય સમાચારો પણ છે...