તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • દઢાલ બ્રિજના રિપેરીંગ મુદ્દે કોંગ્રેસના આંદોલનની ચીમકીનો ફિયાસ્કો થયો

દઢાલ બ્રિજના રિપેરીંગ મુદ્દે કોંગ્રેસના આંદોલનની ચીમકીનો ફિયાસ્કો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર-રાજપીપળાને જોડતાં માર્ગ પર દઢાલ ગામ નજીક અમરાવતી નદી પર આવેલાં બ્રિજના ખસ્તાહાલ થઇ ગયાં છે. બ્રિજના રીપેરીંગ માટે કોંગ્રેસે એક મહિના અગાઉ આંદોલન કરવાની ચીમકી આપી હતી પણ તેનો ફીયાસ્કો થઇ ગયો છે. બીજી તરફ તંત્ર પર થિંગડા મારી કામગીરી કર્યાનો સંતોષ માણી રહયું છે. બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે.

રાજ્ય ધોરી માર્ગ 64 પર દઢાલ ગામ નજીક અમરાવતી નદી પર બ્રિજ આવેલો છે. તંત્રની બેદરકારીના કારણે બ્રિજ જોખમી બની ગયો છે.2 વર્ષ પૂર્વે બ્રિજ જોઈન્ટ તૂટેલા હતાં પણ તંત્રને જાણ થતાં કામગીરી કરી સમારકામ કરવામાં આવ્યો હતો. સમારકામ આજે 2 વર્ષ પણ થયા નથી ત્યાં બ્રિજ ફરી ખખડધજ થઇ ગયો છે. બ્રિજની બંને તરફની રેલીંગો તૂટી જતાં ઉપરથી વાહનો સીધા 50 ફૂટ નીચે પટકાવાનો ભય સતાવે છે.

બ્રિજ પર વાહનવ્યવહાર અવરોધવાની સાથે સાથે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ રહી છે. બ્રિજ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. ઝગડીયા જી.આઈ.ડી.સી તરફ જતા ભારે તેમજ અતિભારે વાહનોની અવરજવર રહે છે. મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ 17 મી ઓગસ્ટના રોજ મુલાકાત લઇ 15 દિવસમાં બ્રિજ સમારકામ નહિ કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.

અંકલેશ્વરના દઢાલ નજીક આવેલાં બ્રિજના ખસ્તાહાલ છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

17 ઓગષ્ટે 15 દિવસમાં બ્રિજનું રીપેરિંગ નહિ થાય તો ચીમકી આપી હતી

રાજપીપળા- અંકલેશ્વરને જોડતા માર્ગ પરના બ્રિજના ખસ્તાહાલ

અન્ય સમાચારો પણ છે...