• Gujarati News
  • અંકલેશ્વરના નાંગલ ગામે કરંટ લાગતા બળદનું મોત

અંકલેશ્વરના નાંગલ ગામે કરંટ લાગતા બળદનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર. અંકલેશ્વરનાનાંગલ ગામે ડી.જી.વી.સી એલના વીજ પોલ પર લગાવેલ ડી.પી.ના વાયરો માથી કરંટ ઉતરતા નજીક પાસર થતાં બળદનું મોત થયુ હતું. બે મહિનામાં વીજ કરંટ લાગવાની ચોથી ઘટના બનતા પશુપાલકોમાં વીજ કંપની સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર -હાંસોટ રોડ પર નાંગલ ગામે મંગળવારે કમલેશ નટવર પટેલનો ~30 હજારની કિંમતનો બળદ ડી.જી.વી.સી એલ.ના વીજ પોલ પાસે લાગેલી ડી.પી. પાસેથી પસાર થતાં કરંટ લાગતાં ઘટના સ્થળે મોત થયું હતું. પશુપાલકે ત્વરિત અસરથી ડી.જી.વી.સી. એલ.માં જાણ કરવામાં આવી હતી.