તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરમાં ટ્રકમાંથી 80 લાખ રૂપિયાના સામાનની ચોરીમાં એક આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં ટ્રકમાંથી 80 લાખ રૂપિયાના સામાનની ચોરીમાં એક આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનજીક હાઇવે પર ટ્રક ચાલક અને કલીનરને બંધક બનાવી રૂપિયા 80 લાખના કાજુ અને તેજાનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. શહેર પોલીસે કોસંબાથી એક આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે. તેની પાસેથી લાખો રૂપિયાનો મુદામાલ પણ રીકવર કરવામાં આવ્યો છે.

યુપીએલ ચોકડી પાસે નેશનલ હાઇવે નંબર 8 પર ગત તારીખ 27 એપ્રીલની રાત્રે ટ્રકના ચાલક રાજેન્દ્રસિંગ રાઠોડ અને ક્લીનર ને 5 થી 6 જેટલા અજાણ્યા ઈસમો ટ્રક સાથે અપહરણ કરી ઝઘડિયા વિસ્તારમાં લઇ ગયાં હતાં. જયાંથી તેઓ ટ્રકમાં ભરેલ 10 નંગ દવાની ,515 નંગ કાજુની અને 15 નંગ મરીની બેગ અન્ય ટ્રકમાં ભરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. અંગે રાજેન્દ્રસિંગ રાઠોડે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કોસંબા પોલીસે મૂળ કચ્છના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા વેલજી રાજપૂતની ધરપકડ કરી હતી. તેણે અંકલેશ્વર હાઇવે પરથી કાજુની ટ્રકની લૂંટની કબૂલાત કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. તેની પાસેથી 500 કિલોગ્રામ કાજુ અને દવાના 10 નંગ બેગ કબ્જે કરી તેના અન્ય સાથીદારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.

કોસંબાથી લૂંટાના આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાયો

ડ્રાયવર અને કલીનરને બંધક બનાવી ઝઘડીયા લઇ ગયાં હતાં

અંકલેશ્વર નજીક ટ્રકમાંથી 80 લાખ રૂપિયાના સામાનની ચોરીમાં એક આરોપી ઝડપાઇ ગયો છે.-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...