તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરને આગવી ઓળખ આપવાના આયોજન અંગે બજેટ બેઠકમાં ચર્ચા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકા દ્વારા નગરના આગામી બજેટ અનુલક્ષીને નગરપાલિકા આગામી વર્ષ 2016-17 ના વર્ષ માટે નગરનું વિકાસલક્ષી અને ખાસ કરી નગરની આગવી ઓળખ ઊભી કરવા અધિકારીગણ તેમજ સત્તા પક્ષ સભ્યો અને પદાધિકારી વચ્ચે બજેટ પ્લાનિગ બેઠક યોજવામાં આવી હતી.

અંકલેશ્વર નગરની સર્વાંગી વિકાસ થાય તેમજ અંકલેશ્વર નગરની આગવી ઓળખ ઊભી થાય તે દિશા માં તેમજ સ્વચ્છતા તેમજ નગરની પાણી, ડ્રેનેજ, રસ્તા સહિતની પાયાની સુવિધા સાંકળીને નગરનો સર્વાંગી વિકાસ થાય તેવું પ્રજાલક્ષી બજેટ બનાવા માટે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, શાસક પક્ષ નેતા જનક શાહ, આગામી કારોબારી અંધ્યક્ષ સંદીપ પટેલ, ઉપ પ્રમુખ કલ્પેશ મોદી તેમજ અન્ય સાથી સભ્યો સાથે નગરપાલિકાના વિવિધ વિભાગના હેડ અધિકારી તેમજ ઇજનેર સાથે ચર્ચા પરામર્સ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય હેતુ નગરની આગવી ઓળખ ઊભી કરતું વિકાસ લક્ષી અને પ્રજાલક્ષી કામો સાથેનું બજેટ રજૂ કરવા માટે વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવી હતી.

^ નગરની આગવી ઓળખ ઊભી થાય તેવું પ્લાનિગ કરવામાં આવશે. અંકલેશ્વર નગરની આગવી ઓળખ ઊભી થાય તેમજ પ્રજાલક્ષી કામોમાં પાણી, રોડ, ડ્રેનેજ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરતું અને વિકાસ લક્ષી આગવી ઓળખ ઊભું કરતું બજેટ રજૂ કરવામાં આવશે. તેનું પ્લાનિગ માટે બેઠક યોજવામાં આવી હતી. >જનક શાહ,શાસકપક્ષનેતાપાલિકા અંકલેશ્વર

^ આગામી બજેટ પ્રજાલક્ષી અને વિકાસ લક્ષી સાથે આગવી ઓળખ ઊભી થાય એવું બજેટ બનાવા બેઠક યોજાઇ હતી નગરનો સર્વાંગી વિકાસ સાથે રોડ, પાણી. ડ્રેનેજ સહિત નગરની આગવી ઓળખ ઊભી કરતાં પ્રજાલક્ષી અને વિકાસ લક્ષી બજેટ બનાવા માટે પરમાસ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. >મીનાબેન પટેલ,પ્રમુખ

આગવી ઓળખ માટે પ્લાનિંગ કરાશે

બજેટ અંગે ચર્ચા કરાઇ હતી

ચીફ ઇજનેરો સહિત સત્તાધારી પક્ષના સત્તાધીશોએ હાજરી આપી આયોજન કર્યુ

અન્ય સમાચારો પણ છે...