તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજાલીમાં કરંટ લાગતા વીજ કર્મચારીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના સંજાલી ગામે વીજલાઇન પર કામગીરી કરી રહેલાં કર્મચારીનું વીજકરંટ લાગતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામ ખાતે રહેતા 45 વર્ષીય મહેશભાઈ બુધાભાઈ પટેલ વીજકંપનીમાં ફરજ બજાવે છે. મંગળવારે રાત્રિના સમયે તેઓ સંજાલી ગામ ખાતે કંપનીની લાઇનના રીપેરિંગ માટે ગયાં હતાં. કામગીરી દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો.આસપાસના લોકોએ દોડી આવી તેમને સારવાર માટે ખસેડયાં હતાં. ખરોડની હોસ્પિટલમાં તેમણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

લાઇનના રીપેરિંગ વેળા બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...