તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SVEM ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઈનામ વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરએજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્ટેશન રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતાં બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, એડવોકેટ પરેશ રાણા, રઈશ સૂફી, નિતિન વકીલ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ટ્રસ્ટીના ઉપ પ્રમુખ કિશોરભાઈ સુરતી ઇન્ચાર્જ આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ તથા આમંત્રિત મહેમાનો ની હાજરી માં શાળા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે જુદી- જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં પ્રથમ બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઇનામો ઉપરાંત પ્રમાણપત્ર વડે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃસ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ ઈનામ આપવામાં આવ્યા હતા. શાળા દ્વારા વિઝકીડનો એવોર્ડ યશ પટેલ,ને આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ આચાર્ય માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર અનુરાધા તથા શિક્ષિકો દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...