અંકલેશ્વરમાં ઝીબ્રા ક્રોસિંગ-ગ્રીનબેલ્ટ ઉભા કરાશે
હર્ષદ િમસ્ત્રી. અંકલેશ્વર @harshmistry169
અંકલેશ્વરનગરપાલિકાને હાલમાજ કેન્દ્ર સરકાર દ્વારા અટલ અમ્રુત સિટી બનાવા માટેની યોજના માં સમાવેશ કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાહદારી માટે માર્ગ સુરક્ષા માટે જ્યાં જીલ્લામાં એક પણ જ્ગ્યા ઝીબ્રા ક્રોસિંગ નથી. ત્યાં હવે નગરમાં ઝીબ્રા ક્રોસિંગ ઊભા કરવામાં આવશે તો શહેર ના બ્યુટીફીકેશન માં વધારો કરવા તેમજ ગ્રીન બેલ્ટ ના બેવડા લક્ષ સાથે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે
દિવ્ય ભાસ્કર અખબાર ના માધ્યમ વડે જિલ્લા માં એકપણ માર્ગ રાહદારી માટે સુરક્ષિત ના હોવાના અહેવાલ સાથે રાહદારીઓ માટે ઝીબ્રા ક્રોસિંગ નો મુદ્દો ઉઠાવ્યો હતો. જે ટહેલ ને અંકલેશ્વર નગારપાલિકા પહેલ બનાવતા હવે અંકલેશ્વર નગરમાં ઝીબ્રા ક્રોસિંગ બનાવશે. તો ટ્રાફિક સરળતા પૂર્વક થાય માટે જરૂરી જગ્યા ડિવાઇડર ઊભા કરશે .નગરમાં ગ્રીન બ્લેટ વિકસાવા માટે પોકેટ ગાર્ડન યોજના અને માર્ગ બ્યુટીફીકેશન યોજન અંતર્ગત ડિવાઇડર મધ્યે પામ ટ્રી ઊભા કરશે.જેમાં બ્યુફિકેશન કમ ગ્રીન બેલ્ટ ઊભા કરવામાં આવશે. અંદાજિત 50 લાખ ઉપરાંતના ખર્ચે સમગ્ર યોજના બનાવમાં આવી છે.
અંકલેશ્વર જ્યોતિટોકીઝ નથી ચૌટાનાકા સુધી ડિવાઇડર ઊભા કરવામાં આવ્યા નથી જ્યાં સેલાદવાડ મસ્જિદ પાસે રાહદારી માટે હમેશા તકલીફ રહેતી હોય છે ત્યારે માર્ગ પર આડેધર વાહાન ચાલકો ડિવાઇડર ના હોવાથી ચાલતા હોય તે માટે ડિવાઇડર ઊભા કરવામાં આવશે તો ટ્રી પ્લાન્ટેશન વડે બ્યુટીફીકેશન કારવામાં આવશે.
યોજના અમલમાંબનશે તો નગરમાં સૌથી મોટી રાહત માર્ગ ક્રોશ કરતાં રાહદારી માટે માર્ગ સુરક્ષિત રીતે ક્રોસ કરી શકે તે માટે ઝીબ્રા ક્રોસીગ વડે તેવો સુરક્ષિત રીતે માર્ગ ક્રોસ કરી શકશે. વધુ માં નગર માં બ્યુટીફીકેશન થી નગરની સુંદરતા માં વધારા સાથે ગ્રીન બેલ્ટ માં વધારો થશે.
માર્ગ પર ડિવાઇડર ઊભા કરવાં આવશે
અંકલેશ્વરમાં ડિવાઇડર પર ગ્રીન બેલ્ટ ઉભા કરીને બ્યૂટીફીકેશનની કામગીરી કરવામાં આવશે.
યોજનાથી ફાયદો શું થશે ?
યોજના શું છે ?
ખાસકરીને માર્ગ સુરક્ષા માટે ઝીબ્રા ક્રોસિંગ માર્ગો પર જ્યાં ચાર રસ્તા કે માર્ગો ભેગા થતાં હોય ત્યાં ઝીબ્રા ક્રોસીગ તેમજ ડિવાઇડર બાજુમાં રેડિયમ કલર લાગવામાં આવશે, તેમજ હાલના ડિવાઇડર ની હાઇટ ઊચી કરી તેના પર ત્રણ ફૂટ ની ગ્રીલ ઊભી કરવામાં આવશે તેની મધ્યે પામ ટ્રી અને બ્યુટીફીકેશન માટે ફૂલો ના રોપા ઊભા કરવામાં આવશે. ઝીબ્રા ક્રોસિંગ તેમજ ડિવાઇડર પર રેડિયમ લગાવાશે.
ઝીબ્રા ક્રોસિંગ સાથે બ્યુટીફીકેશન પણ કારાશે
^મુખ્ય માર્ગ પર રોડ ક્રોસ કરતાં રાહદારી ઓને અકસ્માત ના નડે તેમજ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે ઝીબ્રા ક્રોસિંગ બનાવમાં આવશે, વધુ માં ડિવાઇડર ને ઊચા કરી ગ્રીલ ઊભી કરી મધ્ય માં પામ ટ્રી અને ફૂલો ના રોપા સાથે બ્યુટીફીકેશન કરાશે. >અલ્કેશ અમદાવાદી,ઇજનેરનગરપાલિકા
જિલ્લા માં એકપણ ઝીબ્રા ક્રોસિંગ ના હોવાના દિવ્યભાસ્કરના અહેવાલને આખરે વાંચા મળી : ગ્રીન સિટી બનાવા માટેની પહેલ
ભાસ્કર અગ્રેસર
}િદવ્ય ભાસ્કરમાં 27 મે,2015ના રોજ પ્રસિદ્ધ અહેવાલ