• Gujarati News
  • અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયનું વિજ્ઞાન પ્રવાહનું 85% પરિણામ

અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયનું વિજ્ઞાન પ્રવાહનું 85% પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |બોરભાઠા સ્થિત તક્ષશિલા શાળાનું ધો.12 વિ.પ્ર.નું પરિણામ 85% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે સુથાર મયુર 98.93% પર્સન્ટાઇલ સાથે એ.2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12 સા.પ્ર.માં શાળાનું પરિણામ 82% રહ્યું છે. જેમાં સુથાર સોનલ 99.92 પર્સન્ટાઈલ સાથે શાળામાં પ્રથમ ક્રમે રહ્યો છે. રાધારાણી નિરાલી સેક્રેટીરિયલ પ્રેક્ટીસ વિષયમાં 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળા સંચાલક મંડળ, વહીવટદાર તેમજ શાળાના આચાર્ય તથા તમામ શિક્ષણગણ દરેક ઉતીર્ણ છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.