• Gujarati News
  • જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 40 ડસ્ટબીન મુકાયા

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 40 ડસ્ટબીન મુકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકા દ્વારા શહેરના માર્ગો સ્વચ્છ બને અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને જાહેર માર્ગો પર કચરો નાખી ગંદકી કરવાના બદલે બદલે નજીકમાં માર્ગ પર મધ્યમકદના ડસ્ટબીન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચૌટા નાકા મેઘના આર્કેડ સુધી લાગવામાં આવ્યા છે. જૈન જાગૃતિ સેન્ટરના સહયોગથી લગાવામાં આવેલી ડસ્ટબીનની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ ગત રોજ સાંજે યોજવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2019 માં સ્વચ્છ ભારત બનવાના સંકલ્પ રૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે ઝુંબેશ ચાલવા આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ વિવિધ સમાજ અને સંસ્થા સહયોગથી નગરને સ્વચ્છ બનાવવા ક્લીન અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે અંકલેશ્વર નગરમાં 40 જેટલા ડસ્ટબીન જૈન જાગૃતિ સેન્ટર અંકલેશ્વરના આગામી કાર્યક્રમ ક્લીનાથોનના ભાગરૂપે યોજવામાં આવેલા કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ પુષ્પા મકવાણા, સેનિટેશન કમિટીના ચેરમેન તેજસ શાહ, પૂર્વ કારોબારી અધ્યક્ષ જનક શાહ, નવા કારોબારી અધ્યક્ષ બાલુભાઈ પટેલ, જૈન જાગૃતિ સેન્ટરના વિનોદ જૈન તેમજ મંત્રી તૃપ્તી શાહ તેમજ અન્ય સંસ્થાના અન્ય સભ્યો અને નગર પાલિકાના સભ્યો તેમજ નગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જૈન જાગૃતિ સેન્ટરની કામગીરીને બીરદાવી હતી.

અંકલેશ્વર

જૈન જાગૃિત સેન્ટર દ્વારા પાલિકાને ડસ્ટબીન અપાયા હતા./તસવીર હર્ષદમિસ્ત્રી

અનોખી પહેલ