• Gujarati News
  • કોંઢમાં ધન વિમલા શંખેશ્વર ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

કોંઢમાં ધન વિમલા શંખેશ્વર ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોંઢ ગામે નવનિર્મિત ધન વિમલા શંખેશ્વર ધામમાં શંખેશ્વર પાશ્વર્નાથ પરમાત્મા અને અન્ય પ્રતિમાઓનો ગર્ભગૃહ પ્રવેશ અને અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમ્રાટ નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-કુમુદ્ચંદ્રસૂરિજીના કૃપાપાત્ર પૂ.આ.ભ.શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાઇ રહ્યો છે.આમંત્રિતો સહિત 2000થી 2500 લોકો પ્રસાદીનો લાભ લે છે.

પ્રસંગના મુખ્ય દાતા વાલિયાના ધનરાજ ઉમદ્ચંદજી નાહર પરિવારે કોંઢ ખાતે ધન વિમલા શંખેશ્વર ધામ જૈન જિનાલય બનાવાનું બીડું ઉપાડી નવનિર્માણ કર્યું છે.નવનિર્મિત જિનાલયમાં સાત મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક પ્રસંગે તા.23મીના રોજ અંકલેશ્વર ચંપાપુરી ખાતે ગુરુભગવંતોનો નગર પ્રવેશ કરાયો હતો.જૈન મુનીઓનું આગમન થયું હતું.બીજા દિવસે સવારે અંકલેશ્વરથી વિહારધામમાં પરમાત્માની સાથે ગુરુ ભગવંતોના હાથી,ઘોડા,ઊંટ,બળદ ગાડા,બગીઓ સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં કોંઢ સુધી જૈન શ્રાવકો શ્રાવિકાઓ જોડાયા હતા.

આજરોજ ભગવાન શંખેશ્વર તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ પરમાત્મા, આદિનાથ પરમાત્મા,મહાવીર સ્વામી પરમાત્મા,તપાગચ્છના સંરક્ષક દેવ મણિભદ્ર વીર,જન જનની આસ્થાનું પ્રતિક નાકોડા ભૈરવ દાદા,લઘુશાંતિ રચીયતા આચાર્યદેવ શ્રીમદ્દ વિજય માનદેવસૂરીશ્વરજી,શાસન સમ્રાટ નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ મહારાજના પટ્ટલંકારપૂ.આચાર્યદેવ શ્રીમદ્દ વિજય કુમુદચંદ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં મૂર્તિઓમાં ભગવાન જન્મ કલ્યાણક ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો.

જેમાં ભગવાનના 64 ઇન્દ્રો હોય છે. તેને 250 અભિષેક કરવામાં આવે છે.તા.29મીના રોજ પ્રભુજીની ગાદીનશીન પ્રતિષ્ઠાનો પ્રસંગ પુજાવિધિથી કરવામાં આવશે.

વાલિયાના દાતા ઉમદચંદ્રજી સહ પરિવાર અને જૈન મુનિજી પ્રબોધચંદ્ર સુરિશ્વરજી મહારાજ સાહેબ તસવીરમા જણાયછે./તસવીર અતુલપટેલ