તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદી ભીંદરાનવાલે કોંગ્રેસનો કાર્યકર્તા હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસહાફિઝ સઇદની વાતો કરે છે પણ ભારતમાં આતંકવાદને જન્મ આપનારા ભીંદરાનવાલે કોંગ્રેસનો કાર્યકર્તા હતો તેમ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અંકલેશ્વરની જાહેરસભામાં જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર જાતિવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યાં હતાં.

રાજયમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકકાના ઉમેદવારીપત્રો ભરાઇ ગયાં છે ત્યારે ભાજપે પ્રચારને વેગવંતો બનાવી દીધો છે. કેન્દ્રીય મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. ગુજરાતમાં આવી તેમણે આતંકવાદનો રાગ અલાપ્યો હતો. તેમણે કોંગ્રેસને આતંકવાદ અને જાતિવાદનું જનક ગણાવ્યું હતું. કોંગ્રેસ હાફીઝ સઇદની વાતો કરે છે પણ ભારતમાં આતંકવાદને જન્મ આપનારો ભીંદરાનવાલે કોંગ્રેસનો કાર્યકર હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોતાના વકત્વયમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોં ફાટ વખાણ કર્યા હતાં અને તેમણે દરેક નાગરિકને ભારતવાસી હોવાનું ગૌરવ અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. ભાજપને તેમણે ત્યાગ અને તપસ્યાની પાર્ટી ગણાવી હતી. તેમણે કોંગ્રેસ પર જાતિવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યાં હતાં.

...અનુસંધાન પાના નં.2

જંબુસર ખાતેની જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને ગુરૂ, મોટા ભાઇ અને પ્રધાનમંત્રી તરીકે જુએ છે. કોંગ્રેસે આતંકવાદના બીજ રોપ્યાં હતાં અને તેને મોટો કર્યો હતો. પુરાણોમાં કોઇ પણ વ્યકતિનું આયુષ્ય 125 વર્ષનું અંકાયું છે અને હવે કોંગ્રેસ પણ 125 વર્ષ વટાવી ચુકી છે. ગુજરાતના પરિણામો પર ઉત્તરપ્રદેશ જેવા આવશે અને ભાજપ 160થી વધારે બેઠકો જીતશે.

અંકલેશ્વર અને જંબુસરમાં જાહેરસભા

ઉમા ભારતીના કોંગ્રેસ પર પ્રહારો કર્યા

અન્ય સમાચારો પણ છે...