અંકલેશ્વર નગરમાં પાલતું શ્વાનને મારનારા 4 ઇસમો સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંઆવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે તેમના પાળેલાં શ્વાનને માર મારનારા ચાર ઇસમો વિરૂધ્ધ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે અજીબો ગરીબ પોલીસ ફરિયાદ સ્વરૂપે આવી હતી પોતાના પાલતુ શ્વાનને ચાર જેટલા ઈસમો માર મારી પગ તોડી નાખતા માલિકે ચાર ઈસમો વિરુદ્ધ પ્રાણી કુરતા અધિનિયમ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. અંબે ગ્રીન વેલી ખાતે રહેતા રવિપ્રકાશ ઉદયશંકર ત્રિપાઠી પોતાના પાલતુ શ્વાનને મીરાંનગર ખાતે તેમના સગા સંબંધીને ત્યાં મૂકી બહારગામ ગયા હતા. રવિપ્રકાશ ત્રિપાઠી\\\' એસબીઆઇમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.

પાડોશના મકાનમાં રહેતાં શેષરામ અને અન્ય ત્રણ ઈસમોએ કોઇ કારણોસર શ્વાનને ઉંચકી ઉંચકી પટક્યો હતો અને ત્યારબાદ સળિયા વડે તેનો પગ તોડી નાખ્યો હતો. માલિક રવિપ્રકાશ ઉદયશંકર ત્રિપાઠી બહારગામથી પરત ફર્યા હતા. જી.આઈ.ડી.સી પોલીસ મથકે શ્વાન સાથે પહોંચી ગયાં હતાં. પોલીસ મથકે શ્વાનને મારનાર ઈસમો સામે ફરિયાદ આપતાં પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમની કલમ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાળતું શ્વાનને મારનારા 4 ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી

SBIના મેનેજર તેમના શ્વાનને સંબંધીને ત્યાં મુકયો હતો

અન્ય સમાચારો પણ છે...