તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસમડીના સાત વ્યક્તિઓએ આત્મવિલોપનની ચિમકી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોસમડી ગામની હદમાં સર્વે નં. 608 અંતર્ગત આવેલ જમીનમાં શ્રીજી ગૃહ નિર્માણ યોજના આવેલી છે. જમીનમાં ખોડાભાઈ પાટણવાડીયા, કિશન પાટણવાડીયા, અરવિંદ પાટણવાડીયા, વિરમ વસાવા, ભરત ઠાકોર, રવિશંકર યાદવ અને ઉર્મિલા જીતેન્દ્ર વસાવ 2009-10 થી મકાનો બનાવી વસવાટ કરી રહ્યા છે. તેઓ પાસે અંગેના દસ્તાવેજો હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે.

વર્ષ 2012 બાદ ભાજપના આગેવાન અને બિલ્ડર રામુ ભરવાડ તેમજ તેમના પુત્ર ભરત ભરવાડના નામે સર્વે નંબર નો દસ્તાવેજ થઇ ગયો હતો. કોસમડી ગ્રામ પંચાયત દ્વારા પણ તમામ પાસેથી વેરો લેવાનું બંધ થઇ ગયું હતું. સર્વે નંબર પર મકાનો બાંધી રહેતાં લોકોને પિતા અને પુત્ર અવારનવાર ધમકી આપી જમીન ખાલી કરી દો નહીં થી મકાન તોડી નાખીશ તેમ કરી કનડગત કરવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્તોએ રાજ્યના ગૃહ મંત્રાલયને લેખિત પત્ર પાઠાવી સામુહિક આત્મવિલોપન કરવાની પરવાનગી માગી હતી. પોલીસે અટકાયતી પગલાં ભર્યા છે.

અંકલેશ્વરના કોસમડીના 7 રહિસોએ ગૃહમંત્રાલયને પત્ર લખતા દોડધામ મચી ગઇ છે.

અટકાયતી પગલાં ભરાયાં છે

^કોસમડીગામના સાત લોકોએ ગૃહમંત્રાલયમાં આત્મવિલોપનની મંજૂરી માંગી છે. ગૃહમંત્રાલયની સુચના મુજબ તમામ લોકો સામે અટકાયતી પગલાં ભરી તેમના નિવેદન લેવાયાં છે.> આર.કે ધુળીયા, પી.આઈ.જીઆઇડીસી પોલીસ મથક

ન્યાયનહીં મળે તો આત્મવિલોપન કરીશું

^જોતંત્ર દ્વારા અંગે અમને ન્યાય નહીં મળે અને રામુ ભરવાડ અને ભરત ભરવાડ દ્વારા હેરાન કરવામાં આવશે તો તમામ આત્મ વિલોપન કરીશું.> કિશનપાટણવાડીયા,અરજદાર

અમે કોઈ ધમકી આપી નથી

^આકિસ્સામાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેને લઇ અમે આજદિન સુધી તેમને કોઈ ધમકી આપી નથી. મારા અને મારા પુત્ર સામે ખોટી રીતે ફરિયાદ કરવાં આવી રહી છે. > રામુભરવાડ, બિલ્ડરઅને ભાજપ આગેવાન

ગૃહમંત્રાલય પાસે મંજૂરી માંગતા પોલીસ અને તંત્રમાં દોડધામ આખરે પોલીસે અટકાયતી પગલા ભરી કાર્યવાહી હાથ ધરી

ભાજપના આગેવાન અને બિલ્ડર રામુ ભરવાડ અને પુત્ર સામે આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...