તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વરમાં રાત્રિના સમયે ટેન્કરોનું ચેકિંગ કરાતાં જળ પ્રદુષણમાં ઘટાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં રાત્રિના સમયે ટેન્કરોનું ચેકિંગ કરાતાં જળ પ્રદુષણમાં ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજીઆઇડીસીમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ટેન્કરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યાં બાદ એઆઇએ તથા અન્ય વિભાગની ટીમોએ ચેકિંગની કામગીરી શરૂ કરી દેતાં જળ પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે. ઉદ્યોગોના પ્રદુષિત પાણીનો નિકાલ કરતી એનસીટી કંપનીના ઇનલેટમાં સીઓડીની માત્રામાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અંકલેશ્વર અને પાનોલી નો ક્રિટિકલ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી નવા પ્લાન્ટ નાંખવા તથા વર્તમાન પ્લાન્ટના વિસ્તરણ માટે મંજૂરી અપાતી નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવાગમન કરતા ટેન્કરો પર રાત્રીના 8 થી સવારે 8 સુધી કલેકટરે પ્રતિબંધ ફરમાવી દીધો છે. જાહેરનામાનો અમલ થાય તેમજ દિવસ દરમિયાન પણ શંકાસ્પદ હિલચાલ કરતા ટેન્કરો પર નજર રાખવા 100 થી વધુ સભ્યોની ટીમ કાર્યક્રત બની છે. જી.આઈ.ડી.સીના વિવિધ પ્રવેશદ્રારો પર નજર રાખવામાં આવતાં એન.સી.ટી ઇનલેટ પર સી.ઓ.ડી.ની માત્ર માં 30 ટકા જેટલો ધટાડો જોવા મળ્યો છે. જી.આઈ.ડી.સીમાં જવાબદાર ઉદ્યોગકારો રાત્રીના અંધારાનો લાભ લઈ ટેન્કર મારફતે પ્રદુષિત પાણી જાહેર સ્થળે છોડતા હોય છે. સમસ્યા સાથે સાથે ક્રિટીકલ ઝોન ની છેલ્લા 9 વર્ષથી નડી સમસ્યાથી છુટકારો મેળવા માટે ઉદ્યોગ મંડળ તેમજ વિવિધ એજન્સી ભેગા મળી અલગ અલગ ટીમ બનાવી ચેકીંગ હાથ ધર્યું હતું. ટીમોએ શંકાસ્પદ જણાતાં ટેન્કરોમાંથી કેમિકલના નમુના લીધાં હતાં તેમજ ટેન્કરોના તમામ રેકર્ડ ચેક કરી તેની નોંધ કરવામાં આવી હતી. પ્રયાસોને કારણે રાત્રિના સમયે જાહેરમાં નિકાલ કરાતાં પ્રદુષિત પાણી પર રોક લાગી છે. પ્રયાસોના કારણે એનસીટીના ઇનલેટમાં સીઓડી ( કેમિલક ઓકસિજન ડીમાન્ડ)ની માત્રામાં 30 ટકા ઘટાડો થયો છે.

કયા કયા પોઈન્ટ પર ચેકીંગ કરાયું હતું

અંકલેશ્વરમાંઆવેલી આનંદ હોટલ , સદાનંદ હોટલ, જીતાલી ચોકડી, જી.આઈ.ડી.સી ઓફિસ , પ્રતીન ઓવરબ્રિજ, કાપોદ્રા પાટીયા, કોસમડી સિદ્ધવિનાયક સોસાયટી તથા જી.એમ.દેસાઈ પેટ્રોલપંપ ખાતે ચેકિંગ કરાઇ રહયું છે. 30 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફાયદો શું?| પ્રદુષણ રોકવામાં મદદ મળશે

જીઆઇડીસીમાંબિનજવાબદાર ઉદ્યોગો તેમના કેમિકલ યુકત પાણીનો ટેન્કરોમાં ભરીને જાહેરમાં નિકાલ કરાવી દેતાં હોય છે. અંકલેશ્વર એસ્ટેટમાં ટેન્કરોના ચેકિંગના પગલે આવી બિન અધિકૃત પ્રવૃતિ પર રોક લાગશે તેમજ કેમિકલ ચોરીના બનાવો પણ અટકાવી શકાશે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એઆઇએ તથા અન્ય વિભાગની ટીમોએ ચિકંગની કામગીરી શરૂ કરતાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો.

100થી વધુ લોકોની ટીમ બનાવવામાં આવી

રાત્રીનાચેકીંગ પોઈન્ટ તેમજ પેટ્રોલિંગમાં ઉદ્યોગ મંડળના 5 સભ્યો, 10 સિકયુરીટી જવાનો, , એન.સી.ટીમાંથી એક સભ્ય, ગેમીમાંથી એક સભ્ય, જી.પી.સી.બીમાંથી એક સભ્ય તથા જરૂરિયાત મુજબ પોલીસ કર્મચારીઓ મળી 100થી વધુ લોકોની ટીમ બનાવવામાં આવી છે. ટીમે થોડા દિવસ અગાઉ 3 ટેન્કરોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયાં હતાં. જેમાં ટેન્કરમાં ભરેલું કેમિકલ અને બિલ્ટી અગલ અલગ હોવાનું બહાર આવ્યું હતું.

ક્રીટીકલ ઝોનમાંથી બહાર નીકળવાની કવાયત

^ક્રીટીકલઝોનમાંથી બહાર નીકળવા માટે અમારા પ્રયત્નો છે. જે કાર્યવાહી દિવસ દરમિયાન પર કરવામાં હતી જેમાં 30 ટકા કરતા વધુ સી.ઓ.ડી માત્ર ધટાડવામાં સફળતા મળી છે. જે બદલ તમામ ઉદ્યોગકારો નો આભાર તેમજ આગામી દિવસો પણ આવો સાથ સહકાર મળશે તો ક્રિટીકલ ઝોન માંથી બહાર નીકળતા આપતા પ્રયાસો સફળ રહેશે વાત ચોક્કસ છે. >જશુભાઈ ચૌધરી,એ.આઈ.એ

રાત્રિના 8થી સવારના 8 સુધી GIDCમાં ટેન્કરોના પ્રવેશ પર પ્રતિબંધ

ઇનલેટના સીઓડીની માત્રામાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો