અંકલેશ્વરના કોન્ટ્રાક્ટર સામે ONGCની ઠગાઈની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવડપાસે ઓએનજીસી વેલમાં સીરામીક કંપનીમાં ગેસ પુરવઠો પહોંચાડવા નંખાયેલી પાઈપોમાં કોન્ટ્રાકટરે ઓએનજીસીની પાઈપો બીછાવીને ઓએનજીસી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરનાર અંકલેશ્વરના કોન્ટ્રાકટર વિરૂધ્ધ 12.87 લાખની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાઇ હતી.

મહુવડ પાસે સીરામીક કંપનીમાં ગેસ પુરવઠા માટે ઓએનજીસી દ્વારા હુકમ કરાયો હતો. સીરામીક કંપનીમાં 2.5 કી.મી. સુધીની લોખંડની ચાર ઈંચની વ્યાસવાળી પાઈપો નાંખવાની હોવાથી કોન્ટ્રાકટ અંકલેશ્વરની ઈગલ એન્ટર્નીયરીંગ કંપનીને અપાયો હતો.

સીરામીક કંપનીમાં ગેસ પુરવઠો માટે લોખંડની પાઈપો બહારથી ખરીદવાની હોય તેના બદલે કોન્ટ્રાકટરે ઓએનજીસીની પાઈપો ઉપયોગ કરીને 758 મીટર સુધીની પાઈપો ઓએનજીસી નાખી હતી તે વેળાએ મહુવડના ખેડૂતને શંકા જતા ઓએનજીસીને વાકેફ કર્યા હતા. કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ મથકે ઓએનજીસી અધિકારીઓએ જાણવાજોગ અરજીઓ આપી હતી. ઓએનજીસીના અધિકારીઓએ જાણવાજોગ અરજી આપી હતી. પાઈપો કોન્ટ્રાકટરે પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી હોવાનું ધ્યાને આવતા રૂ. 12.87 લાખની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ વડુ પોલીસ મથકે નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઓએનજીસીની પાઈપો કોન્ટ્રાકટરે ગેસ પુરવઠા માટે ખાનગી કંપનીમાં બીછાવી દેવાના પ્રકરણમાં પોલીસ તપાસ કરે તો અ્નેક લોકોની સંડોવણી હોવાનું બહાર આવે તેવી શકયતા છે. પાદરાના મહુવડ પાસેના ઓએનજીસીના વેલ 49 માંથી ગેસ પુરવઠા માટે બીછાવેલી 758 મીટરની પાઈપ લાઈનો કોન્ટ્રાકટરે બારોબાર નાંખી દેતા 2012 માં બનેલી ઘટનાનો ગુનો પોલીસે ચાર વર્ષ બાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ હતી.

પાઈપોનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની કંપનીને અપાયો હતો

ગેસ પુરવઠા માટે કંપનીની પાઈપનો ઉપગોય કરાયો

અન્ય સમાચારો પણ છે...