જુના શક્કરપોર પ્રાથ. શાળામાં સંસદની ચૂંટણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર. જૂનાસક્કરપોર ભાઠા ગામ પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સહ અભ્યાસિક પ્રવુતિના ભાગ રૂપે વિવિધ સમિતિઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને શીસખકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા શિક્ષકગણએ બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થી વિસ્તાર પૂર્વક માહિતગાર કાર્ય હતા. પ્રથમ જાહેરનામું બાહર પાડી ઉમેદવારો ફોર્મ ભરી આચાર્યને જમા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રચાર અને અંતે ચૂંટણીનું મતદાન શાળા સંકુલ ખાતે યોજવામાં આવ્યું હતું. બેલેટ પેપર પર માટે આપી મત પેટીમાં મત નાખવામાં આવ્યા હતા. અંતે મતગણતરી બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કુમારી ક્રિષ્ના આહીર મહામંત્રી તરીકે કુમારી નયના વસાવાને ઉપ મંત્રી તથા બાકીના 8 મંત્રીઓને વિવિધ સમિતિના મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...