તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર-પાનોલી જીઆઇડીસી સેપી આંકમાં એકદમ કટોકટ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીયમંત્રી અનિલ દવેની ક્રીટીકલ ઝોનમાંથી બહાર કાઢવાની જાહેરાત થી ઉદ્યોગકારો ઝૂમી ઉઠી ફટાકડા ફોડી ઉજાણી કરી રહયાં છે પરંતુ ઉદ્યોગો માટે આવનારા દિવસો કઠિન સાબિત થઇ શકે છે. સેપી અનેક 70 હાઈલી ક્રીટીકલ ઝોન કટ ઓફ લાઈન છે. અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસીનો સેપી આંક 68 આવ્યો છે. ઉદ્યોગોનો વિકાસ થશે તો હવા,પાણી અને ધન કચરાનો વેસ્ટ વધશે જેના કારણે પ્રદુષણ વધવાની શકયતા નકારી શકાય નથી. જો પ્રદુષણ વધશે તો પર્યાવરણવાદીઓ પણ ગ્રીન ટ્રીબ્યુનલમાં જવાની તક જતી કરશે નહિં.

સીપીસીબીએ ક્રીટીકલ ઝોન માટે થોડા વખત પહેલા લીધેલા નમૂના આધારે પૃથ્થકરણ કરતા વાપી ક્લસ્ટરનો સેપી આંક 68.02, અંકલેશ્વર- પાનોલી ક્લસ્ટરનો 68.00 આંક અને અમદાવાદ વટવા-નારોલ ક્લસ્ટરનો 54.02 આંક આવ્યો છે. જે વટવા માટે તો સારા સમાચાર છે પરંતુ વાપી અને અંકલેશ્વર ક્લસ્ટ માટે ચિતાનો વિષય છે. 70 સેપી આંક કટ ઓફ લાઈન છે હાઈલી ક્રીટીકલ માટેની જેનાથી 0.02 પોઇન્ટ એટલે આમ કહી શકીયે કે ગ્રેસ સાથે પારસીંગ માર્સ મેળવી પાસ થયા છે.

આમેજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સ્પષ્ટ કહ્યું છે કે પાંચ ટકા ખરાબ ઉદ્યોગો હયાત છે. અને સાથે સાથે પર્યાવરણની જાણવાની અને નર્મદા નદી પ્રદુષણ અટકાવાની જવાબદારી ઉદ્યોગો પર નાખી ગયા છે. જો એમાં ચૂક થાય તો ફરી એજ સ્થિતિનું નિર્માણ થશે.પર્યાવરણવાદીઓ પણ પ્રદુષણ વધશે તો ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ કરી શકે છે.

નિર્ણય મંજુર નથી

^ઉદ્યોગોના દબાણમાં આવી કેન્દ્રની સરકારે જે નિર્ણય લીધો છે. તે અમને મંજુર નથી. પ્રદુષણની માત્ર કોઈજ સુધારો નથી ત્યારે હવે ક્રિટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યા બાદ એટલુંજ પ્રદુષણ વધવાનું છે વાત ચોક્કસ છે. અને હવે તો અમારી નજર વધુ રહેશે.સરકાર ના નિર્ણય બાદ હવે અમને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કરતા વધુ ભરોસો સરકારી કોર્ટ પર પર રહેશે. > સલીમપટેલ, પર્યાવરણવાદી,અંકલેશ્વર

હવેઅમારી જવાબદરી વધી જાય છે

^અમને પ્રદુષણ અટકાવા માટેની જવાબદારી અમને સોંપી છે જેને લઇ ટૂંકમાં એક્શન પ્લાન બનાવી કમિટી રચના કરવામાં આવશે. સેપી આંક અમારા સુખદ પણ છે પરંતુ નવા ઉદ્યોગો આવતા એટલુંજ હવા.પાણી અને ધન કચરાનો વેસ્ટ વધશે જેને અમારે મેન્ટેન કરવો પડશે. ટેક્નોલોજી ઉપયોગ કરી આપણે જે આંક મેળવ્યો છે એના કરતા પણ નીચે લાવી શકીયે. > જશુચૌધરી, ઉપપ્રમુખ, એ.આઈ.એ

પ્રદુષણઘટાડવાના પ્રયાસો રહેશે

^પાનોલીઉદ્યોગ મંડળ દ્વારા સસ્ટેનેબલ ગોલ જાળવી રાખવા માટે ટૂંકમાં એક્શન પ્લાન બનાવી કમિટી ગઠન કરી જરૂરી તમામ પગલાં ભરી પ્રદુષણની માત્ર કેવી રીતે હાજી પણ ધટાડી શકાય તે માટે અમારા પ્રયત્નો રહેશે. > કિરણસિંહપરમાર, સેક્રેટરી,પી.આઈ.એ

સેપી આંક 70 હોય તો પ્રદુષણની માત્રાને ભયજનક ગણવામાં આવે છે

ઉદ્યોગો માટે ક્રિટિકલ ઝોનમાંથી બહાર તો આવી ગયાં પણ હજી માર્ગ કઠિન

અન્ય સમાચારો પણ છે...