તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકારમંત્રીની ઓફિસને ઘેરાવો કરવા જતાં કાર્યકરોને અટકાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંરાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઓફિસને ઘેરાવો કરવા નીકળેલાં કોંગી કાર્યકરોની પોલીસે માર્ગમાંથી અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ જીનવાલા સ્કુલ પાસે રસ્તો રોકી ચકકાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તમામ કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી.

અંકલેશ્વરમાં ચૌટાનાકા સ્થિત સહકાર મંત્રીની ઓફિસનો ધેરાવો કરવા નીકળતા હતા પરંતુ જીનવાલા સ્કૂલ પાસે રેલી કાઢી ચક્કાજામ કરતા પોલીસે તેમને બળ વાપરી ડિટેન કર્યા હતા અને તમામને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સ્થાનિક ધારાસભ્ય કાર્યલાયની ઘેરાબંધી કરવા કોંગ્રેસ તાલુકા તેમજ શહેર સમિતિ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ત્રણ રસ્તા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યલાય ખાતે એકત્ર થઇ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. અને જીનવાલા પાસે અચાનક ચક્કાજામ કર્યો હતો વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. અને રોડ પર બેસી ગયા હતા. પોલીસ પણ ત્વરિત અસર થી દોડીઓ આવી વિરોધ કરી રહેલા કાર્યકરોને ડિટેન કરી વાનમાં બેસાડી દીધા હતા અને તમામને પોલીસ મથકે લઇ જય ધપરકડ કરી હતી. પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ ભુપેદ્ર જાની, રફીક ઝગડીયાવાલા, જહાંગીર પઠાણ, યુથ કોંગ્રેસના ભરત પરમાર, શૈલેષ પ્રજાપતિ, શરીફ કાનુગા, સહીત કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અંકલેશ્વરમાં સહકારમંત્રીની ઓફિસને ઘેરાવો કરવા જતાં કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તસવીર-હર્ષદમિસ્ત્રી

નોટબંધીના વિરોધમાં ધારાસભ્યોને ઘેરવાનો કાર્યક્રમ હતો

અંકલેશ્વરમાં જીનવાલા સ્કુલ પાસે રસ્તો રોકી ચકકાજામ

અન્ય સમાચારો પણ છે...