લગ્નના એક મહિનામાં છુટાછેડા થતાં હતાશ યુવતીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના હજાત ગામે રહેતી યુવતીએ જુની દીવી ગામે ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. એલઆઇસીમાં એજન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીના લગ્નના એક માસમાં છુટાછેડા થઇ જતાં હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. હાલ તો પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર હજાત ગામ ખાતે રહેતી અંજની કુમારી રમેશભાઈ પટેલ ઉ.વ.આશરે 27 ઘરેથી એક્ટિવા લઈને નિત્ય ક્રમ મુજબ જીઆઇડીસી ખાતે આવેલ એલ.આઈ.સી ઓફિસ ખાતે જવા નીકળ્યા હતા. રાત્રે અંજની પરત ઘરે નહિ આવતાં પરિવાર ચિંતિંત બની ગયો અને તેની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ જુની દીવી ગામે એક ખેતરમાં યુવતીનો મૃતદેહ જોવા મળતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસની તપાસમાં સ્થળ પરથી એકટીવા, પાણીની બોટલ, બેગ અને ગ્લાસ સહિતનો સામાન મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પી લીધી હતી. અંજનીના લગ્નના એક માસમાં જ છુટાછેડા થતાં તે પરિવાર સાથે રહેતી હતી. હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યુ હતું.

આઇ મીસ યુ મમ્મી-પપ્પા અેન્ડ ફેમીલી ફ્રેન્ડસ
અંજનીના મૃતદેહ પાસેથી પોલીસને એક ડાયરી મળી આવી છે જેમાં તેણે આઇ મીસ યુ મમ્મી, પપ્પા એન્ડ ફેમીલી ફ્રેન્ડસ લખ્યું છે. આ ઉપરાંત સીમકાર્ડ વિનાનો એક મોબાઇલ કબજે લેવાયો છે. અંજનીએ અંદાજિત 26 હજાર રૂપિયા ઉપાડ્યા બાદ જેમને આપવાના હતા તેમને આપી દીધા હતા અને જેમની પાસે લેવાના હતા તેનો હિસાબ પણ એક કાગળમાં લખ્યો હતો.