ગુજરાત મહિલા આયોગની ટીમે કિશોરીની મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં ત્રણ દિવસ પૂર્વે 14 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પોલીસે ચાર સગીર સહીત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબહેન અંકોલિયા અને તેમની ટીમે શહેર પોલીસ મથકમાં કિશોરી સાથે મુલાકાત કરી હતી અને પોલીસ તપાસ અંગે માહિતી મેળવી હતી.

લીલાબહેન અંકોલીયા જણાવ્યું હતું કે દીકરીને મળ્યા તેની આપ વીતી સાંભળી છે પોલીસનો સહયોગ પણ તેમને પૂરતો મળી રહી રહ્યો હોવાનું દીકરીનું કહેવું છે. એટલુંજ નહિ આરોપી પણ ઝડપાય ચૂકયા છે. જે રિમાન્ડ હોમ તેમજ સબ જેલમાં છે અમારા તરફ દીકરી જે પણ મદદ થઇ શકે છે તે અમે કરીશું દીકરી અંગે જિલ્લા કલેક્ટર જોડે પણ અમારી વાત થઇ છે સરકાર તરફથી મળવા પાત્ર જે પણ મદદ હશે તે આપવામાં માટે અમારી વાતચીત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...