• Gujarati News
  • હેડ રાઇટરને 4 દિ’ના રિમાન્ડ

હેડ રાઇટરને 4 દિ’ના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાપોલીસ મથકના રાઇટર હેડની મંગળવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તા અધિકારી દ્વારા રાઇટર હેડને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા હતા.

2009થી ઝઘડિયા પોલિસ મથકમાં મજીદ ઇબ્રાહીમ મન્સુરી રાઇટર હેડ તરીકે ફરજ બજાવે છે. મજીદ મન્સુરી દ્વારા પોલીસે જપ્ત કરેલા મુદામાલ તથા રોકડ રકમની જાળવણી કરવામાં આવે છે. મજીદ દ્વારા વર્ષ 2008, સ2012, 2013માં જપ્ત થયેલા મુદામાલ પૈકીના પાવતી બનાવેલ રોકડા ~2,04,485ની ઉચાપત કરવામાં આવી હતી. રાઇટર હેડ દ્વારા ઉચાપતની ઘટનામાં તા. 24મીએ તેના વિરુદ્ધ ઝઘડિયાના ઇનચાર્જ પોલીસ ઇન્સપેકટ રાઠવા દ્વારા ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ અંકલેશ્વરના સર્કલ પોલીસ ઇનસપેકટર ચલાવી રહયા છે. ઉચાપત કરનાર રાઇટર હેડ મજીદ ઇબ્રાહીમ મન્સુરીની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. જેને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેવા પ્રકારનું ઇન્સ્પેકશન

ઝઘડિયાપોલિસસ્ટેશનમાં 2009થી પોલીસ અધિક્ષક તથા નાયબ પોલિસ અધિક્ષક દ્વારા દર વર્ષે ઇન્પેકશન રાખવામાં આવે છે. વેળા ઉચાપત થયેલા મુદામાલની તપાસ કેમ ના થઇ? વર્ષ 2009થી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં અનેક અધિકારીઓ આવી ગયા તો તેમને ૫ણ ઉચાપત થયેલા રૂપિયાની તપાસ કેમ ના કરી? જો કરી હોય તો બહાર કેમ આવ્યુ? ખાલી કાગળો પર ઘોડા દોડાવ્યા આના પરથી ફલીત થાય છે.