નેત્રંગ રોડ પર ભીલોડના પાટીયા પાસે ટ્રક પલ્ટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગરોડ પર આવેલાં ભીલોડ ગામ નજીક સેનેટરીનો સામાન ભરેલી ટ્રકના ચાલકે ખરાબ રસ્તાને કારણે કાબુ ગુમાવી દેતાં પલટી ગઇ હતી. અકસ્માતમાં ડ્રાયવર અને કલીનરનો આબાદ બચાવ થયો છે.

મોરબીના થાનથી છતીસગઢના બીલાસપૂર સેનેટરીનો સામાન ભરી ડ્રાઈવર બશીર ઈસ્માઈલ અને ક્લીનર દાઉદ બંને રહે રાજકોટનાઓ આગલી રાત્રે નીકળ્યા હતા.અંકલેશ્વરથી નેત્રંગ વાળા રસ્તે મહારાષ્ટ્ર જઇ રહ્યા હતા તે અરસામાં સવારે સાતેક વાગ્યે ભીલોડ ગામના પાટીએ રસ્તો એક તરફનો બેસી ગયેલો હોવાથી ટ્રક તે બાજુ જતાં વજનદાર સામાનને કારણે ટ્રકનો પાછળનો ભાગ ઉચકાઈ ક્લીનર બાજુ જતો રહેતા પલટી મારી ગઈ હતી અને લોખંડની હેવી રેલીંગ સાથે અથડાય હતી.અકસ્માતમાં ટ્રકના ફુરચા ઊડી ગયા હતાં.

અંકલેશ્વરથી દેડીયાપાડા સુધીનો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.

ઉબડખાબડ રસ્તાથી ડ્રાયવરે કાબુ ગુમાવ્યો

અન્ય સમાચારો પણ છે...