• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર પાલિકાનું અંદાજિત 68 કરોડનું પુરાંતવાળું બજેટ રજુ કરશે

અંકલેશ્વર પાલિકાનું અંદાજિત 68 કરોડનું પુરાંતવાળું બજેટ રજુ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકા દ્વારા ધુળેટી પર્વ બાદ બીજા દિવસે નગરનું વાર્ષિક બજેટના મુદ્દા સાથેની સામાન્ય સભા મળશે. જેમાં અંદાજિત 68 કરોડનું ઉપરાંતનું પુરાંતવાળું બજેટ બોર્ડની મજૂરી માટે રજૂ કરવામાં આવશે.

અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિની હાલમાં મળેલી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 68 કરોડની પુરાંતવાળું બજેટ આગામી મંગળવારે મળનારી બોર્ડ મિટિંગમાં મુકવામાં આવશે. અંદાજિત 56 લાખ ઉપરાંત ખર્ચની જોગવાઈ સાથે પુરાંતવાળું બજેટ મુકવા આવ્યું છે. જેમાં પાલિકા વિસ્તારમાં સૌથી વધુ પાણી, ડ્રેનેજ, તેમજ ખાનગી સોસાયટી વિસ્તારમાં જનભાગીદારીમાં બનનાર રોડ રસ્તા સહિત કામો જોગવાઈ

...અનુસંધાન પાના નં.2

કરવામાં આવી છે.સરકારની મુખ્ય મંત્રી સ્વર્ણિમ યોજનામાં કામો મુકવા આવશે. ઉપરાંત પાલિકા દ્વારા પ્રથમ વખત સરકારની નવી યોજના અંતર્ગત આગવી ઓળખ યોજનાનો સમાવેશ કરી વિકસલાક્ષી કામોને વેગ આપવામાં આવશે. કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, નગરના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી બજેટ બનાવા આવ્યું છે. જે આગામી મંગળવારના રોજ મળનાર બોર્ડ મિટિંગમાં પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાવામાં આવશે.

કારોબારી સમિતિ દ્વારા બજેટને આપવામાં આવેલી બહાલી

મંગળવારે પાલિકાની સા.સભામાં બજેટ મંજૂરી અપાશે

અન્ય સમાચારો પણ છે...