તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલે.ની પેપર મિલમાં મશીનમાં આવી જતાં કામદાર મોતને ભેટ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરઔદ્યોગિક વસાહત આવેલી ઉર્વશી પલ્પ એન્ડ પેપર મિલ્સમાં મશીનમાં પડી જતા ગંભીર રીતે ઘવાયેલા યુવાન કામદારનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે કંપનીની ફરિયાદ આધારે જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ૩૧૫,૩૧૬/૧ ખાતેની ઉર્વશી પલ્પ એન્ડપેપર મિલ્સમાં પ્રદીપકુમાર દશરથરામ પાસવાન ઉ.વ.૨૪ નાઓ કેમીસ્ટ તથા હેલ્પેર તરીકે ફરજ બજાવતા હતા.ગત ૨૭મીની રાત્રે વાગ્યે ફરજ દરમિયાન પ્રદીપકુમાર અકસ્માતે કંપનીના પ્લાન્ટમાં મેઈન પેપર મશીન કુમ અને કોલ્ડ રોડ ની વચ્ચે પડી જતા મોઢા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી.

ઈજાગ્રસ્ત પ્રદીપકુમારને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જી.આઈ.ડી.સી પોલીસ મથકે રજનીકાંત ભોગીલાલ જગુવાલા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

પ્લાન્ટમાં કામ કરતી વેળા મશીનમાં કચડાઇ ગયો

અન્ય સમાચારો પણ છે...