અંકલેશ્વરમાં પ્રદૂષણને કાબૂમાં રાખવા એકશન પ્લાન તૈયાર કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરઅને પાનોલી જીઆઇડીસી ક્રીટીકલ ઝોન બહાર નીકળ્યા બાદ આગામી દિવસોમાં વધનાર પ્રદુષણને માન્ય સેપી આંકથી નીચે રાખવા માટે એ.આઈ.એ દ્વારા કંટ્રોલ કમિટી રચના કરાશે. જી.પી.સી.બી, ગેમી, નોટીફાઈડ, જી.આઈ.ડી.સી અને એ.આઈ.એની સંયુક્ત કમીટી પ્રદુષણ નિયંત્રણ માટેના પગલાંઓ અંગે કામગીરી કરશે. જી.પી.સી.બીની મદદથી ઈ.ટી.પી અને એન.સી.ટીના અપગ્રેડેશન માટે જરૂરી પ્રક્રીયા કરવામાં આવશે.

છેલ્લા 6 વર્ષ ઉપરાંતથી ક્રિટિકલ ઝોનનો સામનો કરી રહેલી અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસીને આખરે ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢી લેવામાં આવતાં નવા ઉદ્યોગોની સ્થાપના તથા હાલના ઉદ્યોગોના વિસ્તૃતિકરણનો માર્ગ મોકળો બની ગયો છે. નવા ઉદ્યોગોને કારણે હવા, પાણી તથા જમીનનું પ્રદુષણ વધશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી અનિલ દવેએ પર્યાવરણની જાળવણીની જવાબદારી સ્થાનિક ઉદ્યોગ મંડળોને સિરે નાખી છે. પર્યાવરણની જાળવણી માટે ઉદ્યોગ મંડળોએ રાજ્યના પર્યાવરણ મંત્રી શંકર ચૌધરી જોડે ચર્ચા વિચારણા હાથ ધરી છે.

સ્થાનિક કક્ષાએ એ.આઈ.એ દ્વારા પોતાની એન્વાયરમેન્ટ કમીટી બનાવાશે. ઉપરાંત જી.પી.સી.બી, ગેમી, નોટીફાઈડ, જી.આઈ.ડી.સી અને એ.આઈ.એની સંયુક્ત કમીટી બનાવા તજવીજ આરંભી છે. બંને કમિટી એસેટમાં મોનીટરીંગ કરશ. તેમજ અવારનવાર સપ્રાઇઝ ચેકીંગ પણ હાથ ધરશે. ઈ.ટી.પી અને એન.સી.ટી પ્લાન્ટનું અપગ્રેડેશન કરવામાં આવશે જેના કારણે કંપનીઓમાંથી ઉત્પાદન બાદ આવનારા વધારાના પાણીના જથ્થાને પહોંચી શકાય. જી.પી.સી.બી ના સહયોગથી તમામ ઉદ્યોગો જોડે જોઇન્ટ મીટીંગ કરી હવા, પાણી, અને ધન કચરાના નિયંત્રણ કરી તેના ધટાડો કરતા સાધનો અને નવી ટેક્નોલોજી માટે માર્ગદર્શન આપવામાં આવશે.

ઉદ્યોગોને માર્ગદર્શન આપવામાં આવશે

^અંકલેશ્વરતથા પાનોલી જીઆઇડીસીને ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢવામાં આવી છે. બંને જીઆઇડીસીમાં પ્રદુષણની માત્રામાં વધારો થાય તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહયો છે. વિવિધ વિભાગોને સાથે રાખી કમિટિની રચના કરવામાં આવશે.પ્રદુષણ ધટાડવાના સાધનો ઉપયોગ વધારવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. > જશુચૌધરી, ઉપપ્રમુખ, એ.આઈ.એ અંકલેશ્વર

માન્ય સેપી આંક જાળવી રાખવા માટે ઉદ્યોગોના પ્રયાસો

ઇટીપી અને એનસીટીના અપગ્રેડેશન માટે પ્રક્રિયા હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...