Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરની પરિણિતા 4 વર્ષીય બાળકી સાથે ગુમ
અંકલેશ્વરનીસંસ્કારધામ સોસાયટીમાં રહેતી પરિણિતા તેની ચાર વર્ષીય બાળકી સાથે 4 દિવસથી લાપત્તા બની જતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલા અન્ય સોસાયટીમાં બર્થડેના ઓર્ડરમાં ગઇ હતી જયાંથી પરત ફરી હતી.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર સંસ્કારધામ સોસાયટી ખાતે રહેતા હિરેનભાઈ અશ્વિનભાઈ પંચાલની 27 વર્ષીય પત્ની હેતલ બ્યુટીપાર્લરનું કામ કરે છે. ગત તારીખ 15 મી જુલાઈ ના રોજ હિરેનભાઈ પંચાલ સવારે નોકરી પર ગયાં હતાં. અને સાંજે નોકરી પર પરત આવતા પૂર્વે પત્ની હેતલને ફોન કરતા કોઈ જવાબ નહીં મળતા તેમના સાસુ સરોજબેન ફોન કરી હેતલ અંગે પૂછપરછ કરી હતી.
જેમાં હેતલ સવારે સાડા બાર વાગ્યાના અરસામાં ચાર વર્ષીય પુત્રી જીયાને લઈ નીલમાધવ સોસાયટી ખાતે બર્થડેના ઓડર માં ગઈ હોવાની વિગતો સપાટી પર આવી હતી.
બ્યુટીપાર્લરનું કામ કરતી હેતલ મોડી સાંજ સુધી પરત નહિ આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ચાર દિવસ બાદ પણ હેતલ તથા તેની પુત્રીનો કોઇ પત્તો નહિ લાગતાં આખરે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુમ થયેલી માતા અને પુત્રીને શોધવા માટે કવાયત શરૂ કરી છે.
મહિલા બ્યુટીપાર્લરનું કામ કરતી હતી
અંકલેશ્વરની પરણિતા 4 વર્ષીય પુત્રી સાથે ગુમ થઇ છે. તસવીર-હર્ષદ મિસ્ત્રી