Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરમાં સરકારી જમીન પર કરાયેલું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું
અંકલેશ્વરનગરપાલિકાના વોર્ડ-5માં આવેલ નવી નગરી વિસ્તારના ફાઇનલ પ્લોટ 48માં પાકું મકાનનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. પ્લોટ મામલતદારના નામે સીટી સર્વેમાં બોલાતો હોવાથી મામલતદારે ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી સરકારી જમીન પર થઈ રહેલ દબાણ દૂર કર્યું હતું.
અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં રહેતાં રહિશે તેનું કાચુ મકાન તોડી તેના સ્થાને પાકુ મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવી રહયું હતું તે જમીન અંકલેશ્વર મામલતદાર કચેરી હસ્તક હોવાથી મકાન બાંધકામની કામગરી અટકાવી જેટલું બાંધકામ થયું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. તંત્રની કાર્યવાહીને પગલે સરકારી જમીનમાં બાંધકામ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
વોર્ડ-5 નો ફાઇનલ પ્લોટ 48 રેકર્ડ પર અંકલેશ્વર મામલતદારના માલિકીનો સરકારી પ્લોટ બોલે છે. પ્લોટ બાબતે સીટી સર્વેના રેકર્ડ પર નોંધ છે. જે જમીન પર મોહનભાઈ નામના રહિશે પાકું મકાન બાંધકામ કરવાની કામગીરી શરૂ કરી હતી.
બાબતે પાલિકાના સિવિલ એન્જીનીયરને જાણ થતાં તેમણે બાબતે મામલતદાર એ.કે.ગૌતમનું ધ્યાન દોર્યું હતું.આજે સોમવારે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભગુભાઈ પરમાર, મામલતદાર એ.કે.ગૌતમ, સીટીસર્વે અધિકારી, સિવિલ એન્જીનીયર રમણ પટેલ અને દબાણ શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી ફાઇનલ પ્લોટ 48માં કરવામાં આવી રહેલા બાંધકામને તોડી પાડ્યું હતું.
ગેરકાયદે દબાણ દૂર કરાયું છે
^સીટીસર્વે રેકર્ડ ઉપર ફાઇનલ પ્લોટ 48 મામલતદાર અંકલેશ્વરના નામનો પ્લોટ બોલે છે. જેમાં પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. બાંધકામ સરકારી જમીન પર થતું હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. સરકારી જમીન પણ જે કોઈ દબાણ કરશે તે દબાણ દૂર કરવામાં આવશે. જરૂર પડશે તો ફોજદારી કાર્યવાહી પણ કરાશે. > એ.કે.ગૌતમ,મામલતદાર,અંકલેશ્વર
કાચા મકાનને તોડી પાકુ મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હતી
જે જમીન પર મકાન બંધાતું હતું તે જમીન મામલતદાર કચેરી હસ્તક છે
સરકારી જમીન પર થઇ રહેલાં દબાણને દુર કરાયું હતું. તસવીર-હર્ષદમિસ્ત્રી